fbpx
Thursday, November 28, 2024

આ મોસમી ફળો અને શાકભાજી ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે, શરીર હાઇડ્રેટેડ રહેશે

ચોમાસાની શરૂઆત થતા અનેક બીમારીઓ થવાની ભીતિ વધી જાય છે. ચોમાસાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી છે. જે માટે ચોમાસાની ઋતુમાં મળતા શાકભાજી અને ફળનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. ખાસ કરીને સીઝનલ વેજિટેબલ અને ફળ શરીરને એનર્જી આપવાની સાથે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.

ચોમાસામાં પાચન ક્રિયા ખૂબ જ મંદ અને નબળી હોય છે, તે સાથે જ એસિડિટીની સમસ્યા પણ વધી જાય છે. વળી, આ મોસમમાં જીવજંતુઓ સૌથી વધુ વિકસિત થાય છે, તેથી શરીરને વિવિધ બીમારીઓથી બચાવવા યોગ્ય આહાર શૈલી ખૂબ જરૂરી છે.

સીઝનલ ફળોનો જ્યુસ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે 

ચોમાસામાં જાંબુ, નાસપતી, આલુ, ચેરી, દાડમ, તાજી ખજૂર સહિતના ફળો મળતા હોય છે. આ ફળોનું સેવન નિયમિત કરવું જોઈએ. કારણ કે આ ફળોમાં વિવિધ વિટામીનથી લઈને એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં રહેલાં હોય છે. તે સિવાય મકાઈમાં વિવિધ પોષક તત્વો રહેલા છે તેનો સમાવેશ આહારમાં કરવો જોઈએ.

આહારમાં રંગીન શાકભાજીનો સમાવેશ કરવો 

ચોમાસામાં દુધી, કારેલા , ટીંડોળા , સફેદ કોળું , પરવળ જેવા અનેક શાકભાજી મળતા હોય છે. જેના સેવનથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવાની સાથે તે ભૂખ અને વજન બંનેમાં કંટ્રોલ રાખે છે.

જમતા પહેલા સુઠના સેવનથી ગેસ દૂર થશે

ચોમાસામાં ગેસ અને પેટની સમસ્યાઓ વધુ થતી હોય છે. જેમાં 60% લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય ખોરાક પણ જલ્દીથી બચતો નથી, જેથી જમતા પહેલા હલકા ગરમ પાણીમાં અડધી ચમચી સૂંઠનો પાવડર નાખી તેને પીવું. ધીમે ધીમે પાણી ગળાની નીચે ઉતારવું જોઈએ. તે સિવાય અર્ધ કચરા કે કાચા શાકભાજી અને સલાડનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

શરીરને સતત હાઈડ્રાઈડ રાખવું જરૂરી છે

ચોમાસામાં ઇમ્યુનિટી વધુ રહેતી હોવાથી પાણીની તરસ ખૂબ ઓછી લાગે છે. પરંતુ આ ઋતુમાં શરીરને સતત હાઈડ્રેટ રાખવુ જોઈએ. જેનાથી કબજિયાતથી રાહત મળે છે તે સિવાય પેટના વિવિધ ઇન્ફેક્શનથી બચી શકાય છે.

ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ

ચોમાસામાં ચોખા, જવ, ઘઉંથી બનેલા ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ.

આહારમાં દેશી ઘી વિવિધ દાળ અને ધાન્યોનો સમાવેશ કરવો જોઈએ.

જમતા પહેલા આદુના નાના ટુકડા સાથે સિંધુ મીઠાનું સેવન કરવું જોઈએ.

વિવિધ વેજીટેબલ સૂપ અને ચોમાસામાં મળતા સિઝનલ ફળનો સમાવેશ કરવો જોઈએ.

પાણીને ઉકાળી તેમાં મધ નાખીને પીવું જોઈએ.

વાસી ખાવાનું ટાળવું જોઈએ. લીલા પાંદડા વાળી શાકભાજીને ઉકાળેલા પાણીમાં બે કલાક પલાળ્યા બાદ જ ઉપયોગમાં લેવા જોઈએ.

દહીં અને લાલ માંસ ખાવાનું ટાળવું. જોકે ચોમાસામાં છાશનું સેવન કરવું હિતાવહ છે.

ચોમાસામાં મીઠાને બદલે સિંધવ લૂણનો ઉપયોગ કરવો જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles