જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ આત્મા, યશ, સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને પિતાનો કારક ગ્રહ છે. સૂર્ય કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ સફળ બને છે અને તે ઊંચા પદ સુધી પહોંચી યશ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે ત્યારે પણ તેનો પ્રભાવ વિશેષ રીતે જોવા મળે છે. કર્ક હાલ મિથુન રાશિમાં છે અને 16 જુલાઈ 2024 ના રોજ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ગ્રહના કર્ક રાશિમાં પ્રવેશ પાંચ રાશિના લોકોને અપાર લાભ કરાવનાર સાબિત થશે. આ પાંચ રાશિના લોકોને આગામી એક મહિના સુધી લાભ પ્રાપ્ત થશે. સૂર્ય કૃપાથી આ રાશિના લોકોને ધન, માન, સન્માન અને સફળતા બધું જ પ્રાપ્ત થતું રહેશે.
સૂર્યના રાશિ પરિવર્તનનો સકારાત્મક પ્રભાવ
મેષ
મેષ રાશિ માટે સૂર્યનું ગોચર લાભકારી સિદ્ધ થશે. નોકરી અને વેપારમાં આગળ વધવાની તક મળશે. નોકરી કરતા લોકો પોતાના કામથી સંતુષ્ટ રહેશે. આર્થિક લાભ થશે. લાઈફ પાર્ટનરનો સહયોગ મળશે
વૃષભ
સૂર્યના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોને પણ નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. કારકિર્દીનો ગ્રોથ ઝડપથી ઉપર જશે. ઇચ્છિત પદ પર નોકરી મળી શકે છે. ધન લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. યાત્રા પર જવાનું થઈ શકે છે.
મિથુન
મિથુન રાશિ માટે પણ સૂર્યનું ગોચર સારો સમય લાવશે. થોડા દિવસ ચૂનોતીપૂર્ણ હશે તો થોડા દિવસ રાહત મળશે. પરંતુ પ્રગતિની તકો પ્રાપ્ત થતી રહેશે. વેપારમાં નફો થશે.
સિંહ
સિંહ રાશિના લોકોને સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળ આપનાર સાબિત થશે. કારકિર્દીમાં પડકારનો સામનો કરવો પડશે. પરંતુ પરિણામ સારા આવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને સૂર્યનું રાશિ પરિવર્તન સકારાત્મક ફળ આપશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. તકનો લાભ લેવાનું ચૂકવું નહીં. આર્થિક લાભ વધશે અને ખર્ચ ઘટશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)