માથાનો દુખાવો એવી સમસ્યા છે જેનો અનુભવ દરેક વ્યક્તિએ કર્યો હોય છે. માથાના દુખાવાના કારણો અલગ અલગ હોય છે પરંતુ એક વખત જ્યારે માથું દુખવા લાગે તો હાલત બગડી જાય છે. કેટલાક લોકોને તો વારંવાર માથામાં દુખાવો રહેતો હોય છે. માથાનો દુખાવો મટે નહીં ત્યાં સુધી કોઈ કામ પણ સારી રીતે કરી શકાતું નથી અને આરામ પણ થતો નથી. મોટાભાગે માથામાં દુખાવો ગેસ્ટ્રીક સમસ્યાના કારણે થતો હોય છે.
પેટમાં થતા ગેસ અને અપચાના કારણે પણ માથું દુખવા લાગે છે. મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. આજે તમને ગેસના કારણે માથું દુખતું હોય તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો તે જણાવીએ.
ગેસ્ટ્રીક હેડએક એટલે શું ?
ગેસ્ટ્રીક માથાનો દુખાવો એક નહીં પરંતુ બે સમસ્યા છે. પહેલી સમસ્યા પેટનો ગેસ હોય છે અને બીજી સમસ્યા માથાનો દુખાવો. જ્યારે ખરાબ પાચનના કારણે અપચો કે આંતરડામાં ગડબડ થઈ જાય તો પેટમાં ગેસ બનવા લાગે છે. આ ગેસ ઉપરની તરફ આગળ વધે છે અને માથું દુખે છે.
ગેસના કારણે થતા માથાના દુખાવાના લક્ષણ
ઉલટી-ઉબકા
પેટમાં દુખાવો
પેટ ભૂલી જવું
અપચો
એસિડ રિફ્લેક્સ
જાડા અથવા કબજિયાત
માથાના દુખાવાના ઘરેલુ ઈલાજ
જો ગેસના કારણે માથું દુખતું હોય તો ફુદીનાની ચા પીવાથી આરામ મળે છે. એના માટે પાણીમાં ફુદીનાને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટની ખરાબી અને અપચો મટે છે.
ગેસ અને માથાનો દુખાવો બંનેથી રાહત મેળવવી હોય તો છ થી સાત તુલસીના પાનને ધીરે ધીરે ચાવીને ખાવા જોઈએ તેનાથી ગેસ મટે છે અને માથાના દુખાવાથી પણ રાહત મળે છે
લીંબુ અને ગરમ પાણી પેટની સમસ્યાને મટાડવામાં મદદ કરે છે.
પેટમાં ગેસ અને છાતીમાં બળતરા બંનેનો અનુભવ થતો હોય તો વરિયાળીને સારી રીતે ચાવીને દિવસ દરમિયાન ખાતા રહો. તેનાથી એસીડીટી અને ગેસ મટી જશે.
કેમોમાઈનમાં સુજન વિરોધી ગુણ હોય છે તેનાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)