તલ બે પ્રકારના હોય છે કાળા અને સફેદ. બંને જ તલની વેરાયટી ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તલના બીજમાં વિટામિન બી, ઇ, કે તો હોય જ છે, તેમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે શરીરમાં એન્ટી-કાર્સિનોજેનિક અસર કરે છે. આ બીજમાં ફાઇટેટ પણ હોય છે, જે એક રેર કંપાઉન્ડ છે, જે કેન્સરથી બચાવે છે. તેમાં રહેલું કોપર શરીરમાં ઇન્ફ્લેમેશનની સમસ્યા દૂર કરે છે. જાણો તલના બીજના સ્વાસ્થ્ય લાભ.
તલના બીજમાં એમિનો એસિડ ટાયરોસિન પણ હોય છે, જે સીધું જ મસ્તિષ્કમાં સેરોટોનિન એક્ટિવિટી સાથે જોડાયેલું હોય છે. સેરોટોનિન એક ન્યુરોટ્રાંસમીટર છે, જે આપણા મૂડ પર પ્રભાવ પાડે છે અને ડિપ્રેશનથી બચાવે છે.
આ બીજમાં સેસમિન અને સેસમોલ જેવા ફેટ બર્નિંગ પોલીફેનોલ્સ હોય છે, જે આપણી કમરને સુડોળ રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા અને હાઇ બ્લડ પ્રેશરને રોકવામાં પ્રભાવી છે. તલના બીજમાં રહેલું મેગ્નેશિયમ હાયપર ટેન્શનને રોકવામાં મદદ કરે છે.
જો તમારા હાડકામાં દુ:ખાવો રહેતો હોય તો તમે તલના બીજનું સેવન કરવાનું શરૂ કરી દો. કાળા તલમાં રહેલું કેલ્શિયમ જોઇન્ટમાં થતાં દુ:ખાવાને ઓછો કરે છે. હાડકા મજબૂત થઆય છે. તેમાં ફાયબર, આયરન, ઝિંક, મેગ્નેશિયમ પણ ઘણું હોય છે.
કાળા હોય કે સફેદ, તલના બીજ પાચન તંત્ર માટે ખૂબ જ સારા છે. ફાયબરથી ભરપૂર હોવાના કારણે ડાયજેશન સારું રહે છે. પાચન ક્રિયા સારી રહે છે. કબજિયાત, અપચો, બ્લોટિંગ, ગેસ વગેરેથી બચાવ થઇ શકે છે.
જો તમે ઇચ્છતા હોય કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધે નહીં તો તમે તલને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તેમાં રહેલું પ્લાંટ કમ્પાઉન્ડ હાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં કારગર સાબિત થઇ શકે છે. આ રીતે તમે હાર્ટના રોગોથી પણ બચી શકો છો.
આ બીજ એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોવાના કારણે રોગ પ્રતિકારક ક્ષમતાને પણ મજબૂત બનાવે છે. જો તમારું વજન વધી રહ્યું છે કે પછી કમરની સાઇઝ ખૂબ જ વધી ગઇ છે તો તમે તલનું સેવન કરી શકો છો. તમે તેના લાડુ બનાવીને ખાઇ શકો છો. સૂપ, શાકભાજી વગેરેમાં શેકીને અથવા તો શેક્યા વિના નાંખીને સેવન કરી શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)