આપણા રસોડામાં એવા ઘણા મસાલા ઉપયોગમાં લેવામાં આવે છે જે સ્વાસ્થ્યને સારું રાખી શકે છે. આ જ મસાલામાંથી એક છે મેથીના બીજ, તેનો ઉપયોગ મોટાભાગે કઢીને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. તેના વિના તમે અથાણું પણ ન બનાવી શકો. પરંતુ શું તમે જાણો છો કે નાના અમથા દેખાતા આ દાણા તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. નહીં? તો ચાલો અમે તમને જણાવીએ.
ડાયાબિટીસમાં ફાયદાકારક
મેથી ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન છે. તેમાં ફાયબર અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જેના કારણે તેમાં રહેલું સોલ્યુબલ ફાયબર સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયેટમાં મેથી જરૂર સામેલ કરવી જોઇએ. રાતે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખવા જોઇએ. સવારના સમયે બીજને પાણીમાંથી કાઢી લો. હવે ખાલી પેટ આ બીજને સારી રીતે ચાવીને ખાવ. તેને ખાધાના અડધા કલાક બાદ કોઇપણ નાસ્તો કરો.
આ બીમારીઓમાં પણ કારગર
પેટની સમસ્યાઓમાં પણ મેથી દાણા કારગર છે. તેના સેવનથી પાચન સારું રહે છે, ભૂખ વધે છે અને તે પેટનો ગેસ પણ દૂર કરે છે તથા કબજિયાતના સમસ્યા પણ દૂર કરે છે.
સ્તનપાન કરાવતી મહિલાઓ માટે અસરકારક: સ્તનપાન કરાવતી મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી બ્રેસ્ટ મિલ્ક વધે છે. તેથી તમે મેથીના લાડુ બનાવીને ખાવ. જો લાડુ ન બનાવી શકો તો મેથીને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે તેને ખાઇ લો.
કોલેસ્ટ્રોલને ઘટાડે: હાઇ ફાયબર અને એન્ટીઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર મેથી કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આ કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીઓની સંભાવના પણ ઓછી થઇ જાય છે.
મેદસ્વીતા ઘટાડે: પેટની ચરબી ઓછી કરવામાં મેથી ખૂબ જ મદદરૂપ છે. મેથીના બીજમાં રહેલો સોલ્યુબલ પદાર્થ ભૂખને દબાવવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં રહેલું હાઇ ફાયબર સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)