fbpx
Saturday, September 21, 2024

શ્રાવણ મહિનામાં શા માટે કરવામાં આવે છે કાવડયાત્રા? શું મહત્વ છે તેનું જાણો

દેશમાં વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ- અલગ પ્રથાઓ જોવા મળે છે. શ્રાવણ મહિનો બેસતાની સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ એકઠી થઈ જાય છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અને તેમાં પણ શ્રાવણ મહિનામાં કાવડયાત્રાનું ખાસ મહત્ત્વ છે. કાવડયાત્રા દરમિયાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે.

શ્રાવણ મહિનામાં જે પણ ભક્તો ભગવાન શિવને જળાભિષેક કરે છે. ભગવાન શિવ તેમની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં કાવડયાત્રાનું શું મહત્વ છે?

ઘણા વર્ષો પછી આ વર્ષે આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવારના રોજ જ શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થઈ રહી છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં કાવડયાત્રા કરીને ગંગાજળ લઈ જઈ ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે. દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેમજ શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવે પોતાના ગળામાં ઉતાર્યું હતું. જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું. તે પછી દરેક દેવતાઓએ ગંગામાંથી પાણી એકઠું કરીને ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા, તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા હતા.

સૌપ્રથમ કાવડયાત્રા કોણે કરી હતી?

એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાવડયાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંતો તેમજ ઋષિ- મુનિઓના આશિર્વાદથી કાવડયાત્રાનો પ્રારંભ થયો હતો. શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાંવડયાત્રા કરીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.

ભગવાન રામે સૌપ્રથમ દેવઘરમાં કાવડયાત્રા કરી હતી

કેટલીક લોકપ્રિય ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મર્યાદા પુરૂષોત્તમ રામે બિહાર રાજ્યના સુલતાનગંજના પોતાની કાવડમાં ગંગા જળ ભરીને બાબા ધામના શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. અહીંથી કાંવડયાત્રાનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles