તમામ દેવતાઓમાં ગણેશ ભગવાનને પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે. તેમની પૂજા વગર કોઈ પણ કાર્ય સફળ થતું નથી. કેટલીક રાશિઓ પર ગણપતિજી ખાસ મહેરબાન રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ ગણેશજીને ખુબ પ્રિય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રાશિવાળા પર સદાય તેમની કૃપા વરસે છે. જાણો તે રાશિઓ વિશે…
મેષ
મેષ રાશિ ગણપતિને ખુબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ રાશિના લોકો પર ગણેશ ભગવાન હંમેશા મહેરબાન રહે છે. તેમની કૃપાથી મેષ રાશિના જાતકોના દરેક કાર્યો સફળ થાય છે. ગણપતિની કૃપાથી તેમના દરેક કામ વિધ્ન વગર પૂરા થાય છે. આ રાશિના લોકો જ્ઞાની, સાહસી અને પરાક્રમી હોય છે. ગણપતિ બુદ્ધિના દેવતા ગણાય છે. આથી તેમની કૃપાથી મેષ રાશિના લોકો કોઈ પણ કામને ખુબ સમજી વિચારીને કરે છે અને તેમાં સફળતા મેળવે છે.
મિથુન
ગણેશજીની બીજી પ્રિય રાશિ છે મિથુન. આ લોકો પર ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા રહે છે. તેમની કૃપાથી આ લોકો પોતાની કરિયરમાં ખુબ સફળતા મેળવે છે. ગણપતિની કૃપાથી આ રાશિના લોકો બિઝનેસ કે પછી શિક્ષણ ક્ષેત્રે ખુબ સફળતા મેળવે છે. આ લોકોનું વ્યક્તિત્વ ખુબ પ્રભાવશાળી રહે છે. બાપ્પાની કૃપાથી આ લોકો જીવનના દરેક ક્ષેત્રમાં સફળ રહે છે.
મકર
ગણપતિ મહારાજને મકર રાશિના લોકો ખુબ ગમે છે. આ લોકો ખુબ મહેનતુ હોય છે અને ગણેશ ભગવાનના આશીર્વાદથી આ લોકો જીવનમાં ખુબ પ્રગતિ મેળવે છે. આ લોકો પોતાનું કામ ખુબ જ પ્રમાણિકતાથી કરે છે. એકવાર જે કામ હાથમાં લે તેને પૂરું કરીને જ દમ લે છે. ગણેશ ભગવાનની કૃપાથી આ લોકો જીવનમાં ખુબ યશ અને કીર્તિ મેળવે છે. આ લોકો પર ગણેશજીની કૃપા હંમેશા રહે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)