આ ચોમાસાની ઋતુમાં પેટ સહિતની સમસ્યા વધી જાય છે. જો તમે અત્યારે ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા તો બીમાર પણ પડી શકો છો. અત્યારે જંક ફૂડ, ઓઈલી અને મસાલેદાર ખાવાનું ખાવાથી પેટ વધુ ખરાબ થઈ શકે છે. તેના કારણે લિવરને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમારી આ ફૂડ હેબિટને કારણે ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. આથી બીજા અંગ પણ પ્રભાવિત થાય છે.
આ માટે લિવરને ડિટોક્સીકેટ કરવું જરૂરી છે. લિવરને ડિટોક્સ કરવાથી તેની હેલ્થ સુધરે છે. તમે ઘરે બેઠા પણ ઉપાય કરીને લિવર ડિટોક્સ કરી શકો છો.
આ માટે તમારે સૌ પ્રથમ 1 લીટર સાફ પાણી લેવું. પાણીમાં 5 તુલસીના પત્તા અને પુદીનાના 10 પત્તા નાખો. પછી ગ્રીન એપલના નાના નાના ટુકડા નાખો. પાણીમાં 1 ચમચી ચિયા સીડ્સ ધોઇને નાખો. હવે આ દરેક વસ્તુને મિક્સ કરીને એક કલાક સુધી એમ જ છોડી દો. આ પાણીને ધીરે ધીરે પીવો. તમે દરરોજ પણ આવું પાણી પી શકો છો. અથવા અઠવાડિયામાં 2 દિવસ પણ ડિટોક્સ વોટર પી શકો છો.
ડિટોક્સીકેટ વોટરના ફાયદા
જો તમે દરરોજ ડિટોક્સ વોટર પીવો છો તો કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જેમને પેટની સમસ્યા રહેતી હોય તેના માટે આ પાણી ફાયદાકારક સાબીત થાય છે, પેટ સાફ થાય છે.આ પાણી પીવાના કારણે યુરીનથી જોડાયેલ સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી સ્કીન અને માથાના વાળ સ્વસ્થ્ય રહે છે, સ્કીન ગ્લો કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)