આદુ અને મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને જો તમે શેકેલું આદુ ખાશો તો તેનાથી શરદી, ખાંસી અને કફમાં તરત આરામ મળે છે. જાણો કઇ બીમારીઓમાં તે ફાયદાકારક છે.
વરસાદની સિઝનમાં બીમારીઓથી બચવું હોય તો શેકેલું આદુ અને મધનું સેવન કરો. આ બંને વસ્તુ મળીને શરીરને સ્વસ્થ રાખવા અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જૂની શરદી-ખાંસીમાં આદુ અને મધ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. આદુ અને મધમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ્સ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે.
આદુ અને મધમાં એન્ટીવાયરલ ગુણ પણ હોય છે જે તાવ અને અન્ય ઇન્ફેક્શનથી બચવામાં મદદ કરી શકે છે. આદુ અને મધ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળી શકે છે. જાણો શેકેલું આદુ અને મધ ખાવાથી શું ફાયદા થાય છે અને તેનું સેવન કેવી રીતે કરવું.
આદુ શેકવાની રીત
આદુને તમે ગેસ પર સરળતાથી શેકી શકો છો. આદુને રીંગણ કે અન્ય વસ્તુઓની જેમ પહેલા શેકી લો. પછી તેની છાલ હટાવી દો. હવે આદુને છીણી લો. તેને પીસીને સરળતાથી રસ પણ કાઢી શકો છો. તેને મધ સાથે ખાવ. શેકેલું આદુ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
શેકેલું આદુ અને મધ ખાવાના ફાયદા
ખાંસી અને કફને દૂર કરે : આદુ અને મધ ખાવાથી ગળાની ખરાશ અને ખાંસીને દૂર કરી શકાય છે. તેને ગળામાં આવતા સોજો પણ ઓછો થઇ જાય છે. જો તમે શેકેલા આદુનું સેવન મધ સાથે કરો છો તો ગળામાં જમા કફ તરત બહાર નીકળી જાય છે. તેનાથી શરદી-ઉધરસથી છુટકારો મળે છે.
હાડકા માટે ફાયદાકારક : શેકેલું આદુ સાંધા અને હાડકાના દુ:ખાવામાં આરામ આપે છે. શેકેલા આદુમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, તેનાથી સોજો ઓછો થવામાં મદદ મળે છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ ઓછું થાય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે પણ શેકેલું આદુ ફાયદાકારક હોય છે. તેનાથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીને ડાયેટમાં આદુ જરૂર સામેલ કરવું જોઇએ.
માઇગ્રેનના દુ:ખાવામાં આરામ : શેકેલુ આદુ ખાવાથી માઇગ્રેન કે સામાન્ય માથાના દુ:ખાવામાં પણ આરામ મળે છે. તેનાથી દુ:ખાવો ઓછો થઇ શકે છે. તમે ઇચ્છો તો શેકેલા આદુની જગ્યાએ આદુના પાણીનું પણ સેવન કરી શકો છો. તેમાં મધ મિક્સ કરીને સેવન કરી શકો છો.
ઇમ્યુનિટી વધારે : શેકેલુ આદુ અને મધ વરસાદની સિઝનમાં તમારી ઇમ્યુનિટી મજબૂત કરે છે. તેનાથી તમે ઘણી બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચી જાવ છો. આદુ અને મધના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. બાળકોને પણ 1 ચમચી મધમાં થોડા ટીપાં આદુનો રસ મિક્સ કરીને પીવડાવો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)