fbpx
Thursday, November 28, 2024

જાણો કેમ શ્રાવણમાં છોડી દેવામાં આવે છે દહીં અને લીલોતરીનું સેવન

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 5 ઓગસ્ટથી થઈ રહી છે. વિશેષ કરીને ભગવાન શિવના ભક્તો માટે આ મહિનો અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ મહિનામાં ખાવા-પીવાનું ખુબ ધ્યાન રાખવામાં આવે છે. તેવી ઘણી વસ્તુ છે જે સાવનમાં છોડી દેવામાં આવે છે. લોકોને આ મહિનામાં માંસાહાર અને લસણ-ડુંગળીને ત્યાગી સાત્વિક ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. આ બધુ ત્યાગવા સિવાય શાસ્ત્રોમાં શ્રાવણ મહિનામાં લીલોતરી, દહીં અને કઢી ત્યાગવાનું પણ કહેવામાં આવે છે. તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ હોય છે. આજે અમે તમને જણાવીશું કે શ્રાવણમાં દહીં, દૂધ અને લીલોતરી કેમ ન ખાવી જોઈએ.

શું છે ધાર્મિક કારણ?

માનવામાં આવે છે કે સાત્વિક ભોજન ખાવાથી શુદ્ધતા અને આધ્યાત્મિકતા વધે છે. સાત્વિક ભોજન તાજુ અને હળવું હોય છે. કરી અને સાગ પૌષ્ટિક ભોજન હોય છે, પરંતુ તેને બનાવવાની રીતને કારણે તે સાત્વિક સિદ્ધાંતો પર ખરા ઉતરતા નથી.

આ સિવાય દાવો કરવામાં આવે છે કે ભગવાન શિવને પ્રકૃતિ અને પ્રાકૃતિક વસ્તુ સાથે ખુબ પ્રેમ હતો. ત્યારે તેમની ઉપર ભાંગના પાંદડાથી લઈને બીલી પત્ર અર્પિત કરવામાં આવે છે. દૂધ અને દહીંથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. તેવામાં પંડિતોનું કહેવું છે કે આપણે જે વસ્તુથી ભગવાન શિવની આરાધના કરીએ છીએ પછી તેને આહારના રૂપમાં ખાવા ખોટું છે. તેવામાં શ્રાવણમાં લીલોતરી, દૂધ અને દહીંનું સેવન ન કરવું જોઈએ.

શું છે વૈજ્ઞાનિક કારણ?

શ્રાવણનો મહિનો શરૂ થાય ત્યારે વરસાદની સીઝન હોય છે, જેના કારણે પર્યાવરણમાં જીવ-જંતુ, કીટાણુ અને વિષાણુઓનો પ્રકોપ વધી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે દહીં બેક્ટીરિયાથી બને છે. તેવામાં તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે કારણ કે તે તામસિક ગુણોથી જોડાયેલું હોય છે.

આયુર્વેદ અનુસાર તામસિક ભોજન આળસ પેદા કરી શકે છે. આ સિવાય દહીં ખાવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણે ભક્તોના આધ્યાત્મિક અભ્યાસમાં પણ વિઘ્ન આવે છે.

પાંદડાવાળા શાકભાજીમાં પણ જીવ-જંતુ જોવા મળે છે, જેનાથી તે દૂષિત હોય છે. તેના પાંદડાનું સેવન પશુ કરે છે, જે આપણે દૂધ આપે છે. તેના કારણે શ્રાવણના મહિનામાં ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, પનીર, છાસનું સેવન વર્જિત છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles