રોઝમેરી એક આયુર્વેદિક દવા છે જેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે થાય છે. રોઝમેરીની સૂકી ડાળીઓ, પાંદડા અને બીજ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે.
રોઝમેરીમાં ફ્લેવોનોઈડ્સ, ડાઈટરપેન્સ, પોલિફીનોલ્સ અને અન્ય ઘણા અસરકારક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વાળને મજબૂત બનાવવા માટે રોઝમેરી ઉપોયોગી છે.
રોઝમેરીમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જે મગજના કાર્યને ઉત્તેજિત કરે છે. સાથોસાથ તમારી વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતા સુધરે છે.
રોઝમેરી પ્લાન્ટના સૂકા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે, જે શરીરમાં ઘણા પ્રકારના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. રોઝમેરીની સુગંધ શ્વાસમાં લેવાથી તણાવ અને ચિંતાના વિકારનું સ્તર ઘટે છે.
રોઝમેરીની સુગંધ કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનના સ્તરને ઘટાડે છે. તમે તેને સૂંઘી શકો છો અથવા વરાળનો નાસ પણ લઈ શકો છો. આ રીતે રોઝમેરીનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે રોઝમેરીનો યોગ્ય માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતા ઉપયોગથી ત્વચાની એલર્જી, માથાનો દુખાવો, પેટમાં દુખાવો થઈ શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)