વૈદિક જ્યોતિષ અનુસાર બધા જ ગ્રહોમાં સૂર્ય સૌથી શક્તિશાળી અને મહત્વપૂર્ણ ગ્રહ છે. સૂર્યનું રાશિ પરિવર્તન જ નહીં પરંતુ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન પણ દરેક રાશિને અસર કરે છે. 2 ઓગસ્ટ ગ્રહોના રાજા સૂર્ય પુષ્ય નક્ષત્રમાંથી નીકળી આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ બુધ છે. 2 ઓગસ્ટે સૂર્યના નક્ષત્ર પરિવર્તન સાથે જ 3 રાશિના લોકોનું જીવન બદલી જશે.
આશ્લેષા નક્ષત્ર એક શક્તિશાળી નક્ષત્ર છે. આ નક્ષત્રમાં સૌથી શક્તિશાળી ગ્રહનો પ્રવેશ થતા તે વધારે ઉર્જાવાન બનશે. આ ગોચર ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. આ ત્રણ રાશિના લોકો માટે 2 ઓગસ્ટ પછીનો સમય અતિ શુભ રહેશે. તો ચાલો તમને જણાવીએ કઈ રાશિ માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ છે.
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિને થશે લાભ
મેષ
મેષ રાશિ માટે સમય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને સારી તક મળી શકે છે. નોકરી કરતા લોકોનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ લક્ષને સરળતાથી પ્રાપ્ત કરી શકશે. નોકરી કરતા લોકોનો સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ રહેશે. વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે આ સમય દરમિયાન ધન લાભના પણ યોગ બની રહ્યા છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
કર્ક
વૈચારિક દુવિધાઓનો અંત આવશે. માનસિક શાંતિ વધશે. ચિંતાથી મુક્તિ મળશે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતાં લોકોની લોકપ્રિયતા વધશે. નોકરી કરતા લોકોમાં નેતૃત્વ ક્ષમતા વધશે. ભાગીદારીમાં બિઝનેસ હશે તો લાભ થશે. વેપારનો વિસ્તાર પણ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધ સારા રહેશે. દાંપત્યજીવન સુખમય રહેશે.
ધન
વેપારમાં ધન લાભ થશે. નોકરીમાં સ્થિતિ લાભદાયક રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય. માનસિક રીતે શાંતિ અને સ્થિરતા વધશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)