fbpx
Thursday, November 28, 2024

કિડનીની સમસ્યા હોય તો આ ખોરાકનું સેવન ન કરો

કિડનીની ભુમિકા શરીરમાં ખૂબ જ મહત્વની છે. કારણ કે તેની મદદથી આપણુ લોહી સાફ થાય છે અને શરીરમાંથી ટોક્સિક પદાર્થ બહાર નિકળે છે. પરંતુ ડાયાબિટીઝની બિમારીમાં કિડની ખરાબ થઈ શકે છે. કિડનીને ખરાબ થવાથી બચાવવા માટે બ્લડ શુગરને કંટ્રોલ કરવું જરૂરી છે. જાણો કયા એવા ફૂડ્સ છે જે કિડની માટે નુકસાનકારક છે.

કિડનીને કેવી રીતે ખરાબ કરે છે ડાયાબિટીઝ?

જો બ્લડ શુગર લેવલ કંટ્રોલથી બહાર થઈ જાય તો ધીરે ધીરે તે કિડનીમાં હાજર ગ્રુપ ઓફ બ્લડ વેસલ્સને ખરાબ કરી દે છે. જ્યારે આ લોહીની નસો કમજોર થવા લાગે છે ત્યારે કિડની યોગ્ય રીતે લોહીને સાફ નથી કરી કશતી. તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની મુશ્કેલીઓ થવા લાગે છે અને કિડની ડેમેજ પણ થઈ શકે છે.

કિડનીને બચાવવા માટે કંટ્રોલ કરો શુગર લેવલ

એક્ટ્સપર્ટ્સ અનુસાર કિડનીની બિમારીથી પરેશાન દર્દીના શુગરને કંટ્રોલને રાખવું જરૂરી છે. તેના માટે તેમણે પોતાની લાઈફસ્ટાઈલમાં ઘણા ફેરફાર કરવા જોઈએ જેમ કે,

  • ભોજનનું ખાસ ધ્યાન રાખવું
  • ગુસ્સો ઓછો કરવો
  • સ્ટ્રેસ ન લેવો
  • નિયમિત રીતે એક્સરસાઈઝ કરવી
  • ડેલી યોગ કરવો
  • જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તેને કંટ્રોલમાં રાખો.
  • જો તમને લાંબા સમયથી પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફીની તપાસ કરાવો અને આઈજીએ નેફ્રોપેથી ટેસ્ટ કરાવો.

કિડની પ્રોબ્લેમમાં આ ફૂડ્સનું ન કરો સેવન

  • વધારે મીઠાનું સેવન ન કરો.
  • હાઈ પોટેશિયમ યુક્ત શાકભાજી અને ફળોથી જૂર રહો. જેમ કે- બટાકા, ટામેટા, કીવી, સંતરા, એવાકાડો.
  • દૂધ, દહીં અને પનીરથી દૂર રહો. કારણ કે તેમાં ફેસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે.
  • પેક્ડ ફૂડનું સેવન ન કરો.
  • અથાણું, ડ્રાય ફિશ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles