સૌરમંડળના નવગ્રહમાંથી બુધ સૌથી નાના છે. તેથી તેમને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ જીવનમાં બુદ્ધિમત્તા, જ્ઞાનનું પ્રતિક છે. જો કોઈ વ્યક્તિનો બુધ નકારાત્મક સ્થિતિમાં હોય તો વ્યક્તિને કાન, ફેફસા અને ત્વચા સંબંધિત સમસ્યા રહે છે. જો કુંડળીમાં બુધ સારી સ્થિતિમાં હોય તો તે વ્યક્તિનું ભાગ્ય ચમકાવી દે છે.
બુધ હાલ માર્ગી અવસ્થામાં છે પરંતુ 5 ઓગસ્ટ 2024 ના રોજ બુધ વક્રી થશે. બુધના વક્રી થવાથી ત્રણ રાશિના લોકોના જીવનની કાયાપલટ થઈ જશે. આ રાશીના લોકો માટે ઓગસ્ટ મહિનો ભાગ્યશાળી સાબિત થશે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ ત્રણ રાશિને બુધ વક્રી થઈને લાભ કરાવશે.
બુધ ગોચરનો રાશિઓ પર પ્રભાવ
મિથુન
બુધ ગ્રહના વક્રી થવાથી આ રાશિના લોકોની આવક વધશે. આવકના નવા સ્ત્રોત સામે આવશે અને બચત કરવામાં પણ સફળતા મળશે. સ્વાસ્થ્ય સમસ્યા હતી તો તે 5 ઓગસ્ટ પછી દૂર થવા લાગશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેમને મનપસંદ કંપનીમાંથી ઓફર લેટર મળી શકે છે. પરિવાર સાથે બહાર જવાનું આયોજન થઈ શકે છે.
તુલા
બુધ ગ્રહના વક્રી થવાથી નવી નોકરી મળી શકે છે અથવા તો નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કાર્ય સ્થળ પર કામના વખાણ થશે અને નવી જવાબદારી પણ મળી શકે છે. આર્થિક બાબતોમાં સ્થિતિ સારી રહેશે. પહેલાની સરખામણીમાં વધારે બચત થશે. બુધના પ્રભાવથી બિઝનેસનો વિસ્તાર કરવામાં સફળતા મળશે.
કુંભ
કુંભ રાશિના લોકોને પણ વક્રી બુધ લાભ કરાવશે. બિઝનેસમાં સારી કમાણી થશે અને નોકરીમાં પણ લાભ થશે. જોકે કાર્ય સ્થળ પર કામનું ભારણ વધારે રહેશે. મિત્રો સાથે લોંગ ટ્રીપ પર જવાનો પ્લાન થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે અનબન પછી શાંત અને પ્રેમભર્યો સમય પસાર થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)