વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે. જ્યારે ગ્રહોનું આ પરિવર્તન થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. આ રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિને શુભ ફળ મળે છે તો કેટલીકને અશુભ પણ મળે છે. આ ક્રમમાં 18 વર્ષ પછી સૂર્ય અને કેતુ રાશિ પરિવર્તન કરીને ખાસ સંયોગ બનાવશે.
કન્યા રાશિમાં સૂર્ય અને કેતુનો સંયોગ સર્જવા જઈ રહ્યો છે. એક રાશિમાં સૂર્ય અને કેતુ ગોચર કરશે પછીનો સમય કેટલીક રાશિના લોકોને ખૂબ જ ફાયદો કરાવશે. આ રાશિના લોકો લાખોમાં કમાણી કરે તો પણ નવાઈ નહીં. સૂર્ય અને કેતુની આ યોગથી કન્યા રાશિમાં 16 સપ્ટેમ્બર મહિનાથી સજાશે. 16 સપ્ટેમ્બર પછીનો સમય આ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ સાહસ, આત્મવિશ્વાસ, શક્તિનો કારક ગ્રહ છે. જ્યારે કેતુ મોક્ષ અને આધ્યાત્મનો કારક ગ્રહ છે. સૂર્ય અને કેતુ એક રાશિમાં ગોચર કરશે જેના કારણે ગ્રહણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અશુભ માનવામાં આવે છે પરંતુ કેટલીક રાશિના લોકો માટે આ યોગ ચમત્કારી સાબિત થશે. કઈ છે આ રાશિ તે પણ જાણી લો.
મેષ
મેષ રાશિના લોકોને પણ સૂર્ય અને કેતુની યુતિ લાભ કરાવશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થવા લાગશે. કારર્કિદીમાં સફળતા મળશે. નોકરી શોધતા લોકોને સારી ઓફર મળી શકે છે. બિઝનેસ કરતા લોકો આ સમય દરમિયાન લાખોમાં કમાણી કરશે.
સિંહ
સૂર્ય અને કેતુની યુતિથી સિંહ રાશિના લોકોને ખૂબ જ લાભ થશે. આ રાશિના લોકોનો બિઝનેસ વધશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. કરજથી છુટકારો મળી જશે. નોકરીમાં પ્રગતિના રસ્તા ખુલશે.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે પણ આ યુતિ લાભકારી સિદ્ધ થશે. આ યુતિથી વૃષભ રાશિના લોકોને છપ્પરફાડકે ધનલાભ થશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. બિઝનેસમાં અઢળક લાભ થશે. શિક્ષણ ક્ષેત્રે પણ લોકોને અપાર સફળતા મળશે. સાથે જ માન સન્માનમાં વૃદ્ધિ થશે.
ધન
સૂર્ય અને કેતુની કન્યા રાશિમાં યુતિથી ધન રાશિના લોકોને લાભ થવાનો છે. આ યુતિથી આ રાશિના લોકો માટે પ્રગતિના રસ્તા ખુલશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. બિઝનેસ કરતા લોકોને ધનની આવકના નવા સ્ત્રોત મળશે. માન સન્માનમાં વધારો થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)