કોઈ વ્યક્તિનું જીવન પરફેક્ટ નથી હોતું. જેમ તડકો અને છાયો આવે છે તે રીતે જીવનમાં ખુશીઓ અને મુસીબતો પણ આવતી જતી રહે છે. પરંતુ કેટલીક વખત જીવનમાં મુસીબતનો સમય એવો થઈ જાય છે કે બધી જ વસ્તુ કંટ્રોલની બહાર જતી જોવા મળે છે. માણસની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. આ ખરાબ સમય પૂરો થવાનું નામ જ નથી લેતો. જો આવી સ્થિતિ સર્જાય તો તેને દૂર કરવા માટે લાલ કિતાબમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. લાલ કિતાબમાં એવા ઉપાય જણાવ્યા છે જે તમને જીવનની મોટામાં મોટી સમસ્યાથી પણ રાહત આપી શકે છે. જો તમારા જીવનમાં પણ આવી કોઈ સમસ્યા ચાલી રહી છે તો આ ચમત્કારી ઉપાય તમે પણ અજમાવી શકો છો તેને કરવાથી મોટામાં મોટું સંકટ ટળી જશે.
લાલ કિતાબના ચમત્કારી ઉપાય
જો તમારી સાથે વારંવાર કોઈ દુર્ઘટના થઈ રહી છે અથવા તો વારંવાર કામોમાં નિષ્ફળતા મળી રહી છે તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાની શરૂઆત કરો. શક્ય હોય તો સવારે અને સાંજે બંને સમય હનુમાન ચાલીસા કરવી. તમે અનુભવશો કે થોડા જ દિવસમાં તમારી સ્થિતિ બદલવા લાગી છે.
જીવનમાં કોઈ મોટું સંકટ આવી પડ્યું હોય અને તમે ચારેય તરફથી ઘેરાયેલા હોવ તેવું અનુભવ કરતા હોય તો હનુમાનજીને 5 વખત ચોલા ચઢાવો. સાથે જ દર મંગળવાર અને શનિવારે લોટમાંથી દીવો બનાવી હનુમાન મંદિરમાં જવું. મંદિરમાં જઈને લોટના દીવાને વડના પાનની ઉપર રાખી પ્રજવલિત કરો. 11 મંગળવાર અથવા તો શનિવાર આ ઉપાય કરશો તો તમારા જીવનની સમસ્યા ઝડપથી દૂર થવા લાગશે.
જો તમે દિવસ રાત કોઈ કામ માટે મહેનત કરી રહ્યા છો તેમ છતાં તમને સફળતા મળતી નથી અને તમે નિરાશા અનુભવી રહ્યા છો તો રોજ ગાય, કુતરા, કીડી અને પક્ષીઓને ભોજન કરાવવાની શરૂઆત કરો. આ કામ શરૂ કરશો એટલે જીવનમાંથી એક પછી એક સમસ્યાઓ દૂર થવા લાગશે.
જો તમારા પરિવારના કોઈ વ્યક્તિ પર સંકટ હોય અથવા તો તે વારંવાર બીમાર પડતી હોય તો પાણીવાળું નાળિયેર લઈને તેના ઉપરથી 21 વખત ઉતારો. ત્યાર પછી આ નાળિયેરને કોઈ મંદિરમાં ચાલતી અગ્નિમાં પધરાવી દો.
જીવનમાં આર્થિક સમસ્યાઓ સતત વધી રહી હોય તો લોટની ગોળીઓ બનાવીને માછલીઓને અને કાચબાઓને ખવડાવવાનું શરૂ કરો.
નિયમિત રીતે ગાયને રોટલી ખવડાવો અને સાથે જ પક્ષીઓને ચણ ખવડાવવાથી ફાયદો થાય છે.
દર શુક્રવારે કીડીને લોટમાં ખાંડ મિક્સ કરી ખવડાવો. આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થવા લાગશે અને ધનનો પ્રવાહ વધશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)