ગાયત્રી મંત્રને ચાર વેદોનો સાર માનવામાં આવે છે. ગાયત્રી મંત્ર થકી તેમની ઉત્પત્તિ થઈ હોવાથી તેને વેદમાતા પણ કહેવામાં આવે છે. ત્રિદેવ પણ તેમની ઉપાસના કરે છે. ગાયત્રી માતાની પૂજા અને મંત્ર જાપ ખૂબ જ લાભદાયક છે.
ગાયત્રી મંત્ર
ओम भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्.
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ગાયત્રીમાતાનો અર્થ
પ્રાણ સ્વરુપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપનાશક, દિવ્ય પરમાત્માને અમે અમારી આત્માની અંદર ધારણ કરીએ. જે અમારી બુદ્ધિને સન્માર્ગે જવા પ્રેરણા આપે.
ગાયત્રી મંત્ર જાપ ક્યારે કરવા જોઈએ
ગાયત્રી મંત્રનો જાપ સુર્યોદયથી પહેલા, બપોરે અને સુર્યાસ્ત પહેલા કરી શકાય છે.
શું થાય છે ફાયદા
ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત અને એકાગ્ર કરી શકાય છે. આ મંત્રથી દુ:ખ, પીડા, ગરીબી અને પાપ દૂર થાય છે. સંતાનપ્રાપ્તિ માટે પણ ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવે છે. વિરોધી અને શત્રુઓ પર પોતાનું વર્ચસ્વ જમાવવા પણ ગાયત્રીમંત્ર કરવામાં આવે છે. યાદશક્તિને મજબૂત બનાવવા માટે વિદ્યાર્થીઓ આ મંત્રનો જાપ કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)