fbpx
Tuesday, October 8, 2024

ધન-વૈભવના દાતા શુક્રનું કન્યા રાશિમાં ગોચર, આ રાશિના લોકોનો ગોલ્ડન પીરિયડ શુરુ, અપાર ધનલાભના પ્રબળ યોગ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે નીચ અને ઉચ્ચ રાશિમાં ગોચર કરે છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર પડતો હોય છે. શુક્ર 15 ઓગસ્ટના રોજ કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં આમ તો શુક્ર નીચનું ફળ આપે છે. પરંતુ  કેટલીક રાશિઓને શુક્રના ગોચરથી ખુબ ફાયદો થઈ શકે છે. આ સાથે જ આ લોકોની ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે…

વૃષભ 

વૃષભ રાશિવાળા માટે શુક્રનું ગોચર ખુબ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી પંચમ ભાવ પર થવા જઈ રહ્યું છે. આથી આ દરમિયાન તમને સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ તમને  દરેક કામમાં સફળતા મળશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. ઓફિસમાં તમારા કામના વખાણ થશે અને તમને કોઈ નવી જવાબદારીઓ મળી શકે છે. જો પ્રેમ સંબંધ ચાલતો હશે તો તે વિવાહમાં ફેરવાઈ શકે છે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ સારી થશે અને તમને પૈસા કમાવવાની અનેક તકો મળશે. 

સિંહ 

સિંહ રાશિવાળાને શુક્રનું ગોચર ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી સ્થાન પર ગોચર કરવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમને રિલેશનશીપ મામલે લાભ થશે અને જીવનસાથીની શોધ પૂરી થઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વાણીનો પ્રભાવ વધશે. લોકો ઈમ્પ્રેસ થશે. વેપારમાં આવકના નવા રસ્તા ખુલશે અને નોકરીમાં તમારા પગારમાં વધારો અને પદોન્નતિના યોગ છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. ધનનો સંગ્રહ કરવામાં પણ સફળ રહેશો. 

મકર 

શુક્ર ગ્રહનો કન્યા રાશિમાં પ્રવેશ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર મકર રાશિથી નવમ ભાવ પર થવા જઈ રહ્યું છે. આથી આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ તમને કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. જો તમે સટ્ટા, લોટરી અને શેર બજારમાં રોકાણ કરતા હોવ તો પણ તમને આગળ જઈને સારું રિટર્ન મળવાની આશા છે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. નવા લોકો સાથે સંબંધ બનશે જેનાથી આગળ જઈને તમને લાભ થશે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles