ક્યારેક પેટમાં ઘણા દિવસો સુધી ગંદકી સડવા લાગે છે. આ સ્થિતિ જ્યારે આવે છે તો કબજિયાતની ભારે ફરિયાદ રહે છે. તેમાં પેટ સાફ નથી થતું. ઘણા ઉપાય કરવા છતાં કબજિયાતથી સરળતાથી છુટકારો પણ નથી મળતો. આ જ કારણે હંમેશા પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા રહે છે. ઘણીવાર લાગે છે કે પેટ ફૂલી ગયું છે. તેમાં કોઇપણ કામ કરવું કે બહાર જવું મુશ્કેલ લાગે છે. તેવામાં તનની સાથે મન પણ ભારે લાગે છે. પરંતુ અમે તમને અહીં આંતરડાની ગંદકીનો તરત સફાયો કરવાની રીત જણાવીશું. તે ખૂબ જ સરળ છે. તેમાં એકપણ રૂપિયો ખર્ચ કરવાનો નથી.
પેટની ગંદકી દૂર કરવાની ટિપ્સ
વધુ પાણી પીવો
સૌથી પહેલા તમારે પોતાને હાઇડ્રેટ રાખવાના છે. જો પેટની ગંદકી પરેશાન કરવા લાગે તો જેટલું પાણી પહેલા પીતા હતાં તેનાથી બમણું પાણી પીવો. પાણી પીવાથી 100 ટકા પેટ સાફ થઇ જશે તેની ગેરેન્ટી તો નથી પરંતુ તેનાથી ફાયદો જરૂર થશે.
મીઠાવાળું પાણી
પાણી ખૂબ પીવા ઉપરાંત હુંફાળા પાણીમાં મીઠું નાંખીને પીવો. આ સોલ્ટ વોટર ફ્લશ પણ કહેવાય છે. તેનાથી આંતરડા સાફ થાય છે. તેના માટે તમે હિમાલયન સોલ્ટનો ઉપયોગ કરી શકો છો. સવારે ઉઠતાવેંત એક ગ્લાસ પાણીને હુંફાળુ ગરમ કરી લો અને તેમાં બે ચમચી મીઠું નાંખો. આ પાણીને પી જાવ. થોડા દિવસ આ ઉપાય કરવાથી ઘણો ફાયદો થશે.
હાઇ ફાયબર ડાયેટ
હવે જે ભોજન કરો છો તેમાં થોડો બદલાવ કરો. નાસ્તામાં રોટલી અને લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન કરો. તે બાદ દિવસ અને રાતના ભોજનમાં પણ રેશાવાળી લીલી શાકભાજી ખાવ. શાકભાજી જેટલી લીલી અને રેશાવાળી હશે તેનાથી તમને એટલો વધુ ફાયદો થશે. બટાકા, ભાત, દાણાવાળી શાકભાજી, દહીં વગેરે પૂરતી માત્રામાં ખાવ.
જ્યુસ અને સ્મૂધી
નાસ્તાના થોડા સમય બાદ જ્યુસ કે સ્મૂધીનું સેવન કરો. જ્યૂસમાં તમે તે પ્રકારની રેશાવાળી શાકભાજીનું જ્યુસ બનાવો, તેમાં લીંબુ નાંખો. જ્યુસ ઉપરાંત તમે ફળ અને શાકભાજીને મિક્સ કરીને સ્મૂધી બનાવીને તેનું સેવન કરી શકો છો.
જ્યુસ ફાસ્ટ
સફરજનનો જ્યુસ, લેમન જ્યુસ અને વેજિટેબલ જ્યુસ કે સ્મૂધી જ્યુસ ફાસ્ટની શ્રેણીમાં આવે છે. તેનાથી તમારા આંતરડા ખૂબ જ જલ્દી સાફ થઇ જશે. આ પ્રકારની સ્મૂધી કે જ્યુસનું સેવનનિયમિત રૂપે થોડા દિવસ સુધી કરો. એક-બે દિવસમાં જ્યારે કબજિયાતથી છુટકારો મળી જાય તો તેને છોડશો નહી, પરંતુ 10-15 દિવસ સુધી ચાલુ રાખો. તે બાદ મહિનામાં ચાર-પાંચ દિવસ આ પ્રકારની ડાયેટ, જ્યુસ, સ્મૂધી વગેરેનું સેવન જરૂર કરો.
એક્સરસાઇઝ
ડાયેટ ઉપરાંત રોજ એક્સરસાઇઝ પણ જરૂરી છે. રોજ 8થી 10 હજાર ડગલા વોક કરવાનો પ્રયાસ કરો. જો તમે રનિંગ કરશો તો તેનાથી વધુ ફાયદો થશે. સાઇકલિંગ, સ્વીમિંગ, જોગિંગ વગેરેથી ખૂબ ફાયદો થશે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)