વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોમાં મંગળને સેનાપતિનું સ્થાન પ્રાપ્ત છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ છે. હવે આ મંગળ ગ્રહ 26 ઓગસ્ટે બુધની રાશી મિથુનમાં પ્રવેશ કરશે. આ દિવસે જન્માષ્ટમીની ઉજવણી પણ થશે. ગ્રહોના સેનાપતિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેનો પ્રભાવ રાશિ ચક્રની બધી જ રાશિ પર જોવા મળશે. પણ આ રાશિ એવી છે જેમને 26 ઓગસ્ટથી વિશેષ લાભ થવાની શરૂઆત થઈ જશે. જ્યારે કેટલીક રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવધાન પણ રહેવું પડશે.
મંગળ ગ્રહની મજબૂત સ્થિતિ વ્યક્તિની ધન સમૃદ્ધિમાં વધારો કરાવે છે. સાથે જ ભાઈ બહેન સાથે સંબંધ પણ સુધરે છે. તો ચાલો તમને જણાવીએ 26 ઓગસ્ટથી કઈ આ રાશિના લોકોના જીવનમાં સુખદ પરિવર્તન શરૂ થશે.
મંગળના મિથુન રાશિમાં પ્રવેશથી આ રાશિને થશે લાભ
મેષ
મેષ રાશિના લોકોને પણ મંગળનું ગોચર શુભ ફળ આપશે. આત્મવિશ્વાસ, ઊર્જા અને સાહસ વધશે. ભાઈ બહેનો સાથે સંબંધ સુધરશે. ઘર પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. વિદેશી યાત્રા માટે સારો સમય. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે. વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે.
સિંહ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે મંગળનું ગોચર વરદાન સમાન હશે. આ તમે દરમિયાન આ રાશિના લોકોના બધા જ કાર્ય સફળ થશે. મહત્વના કાર્યોમાં વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ પણ સુધરશે. બેરોજગારીથી છુટકારો મળશે. જવાબદારી વધશે પરંતુ તમે સરળતાથી તેને પૂરી કરી શકશો.
કન્યા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિને પણ મંગળનું ગોચર લાભ કરાવશે. આ તમે દરમિયાન માન-સન્માન વધશે. રાજકારણમાં કારકિર્દી બનાવવાનું વિચારતા લોકો માટે સારો સમય. ભાગ્યનો સાથ મળશે. નોકરી કરતા લોકો માટે સમય લાભકારી. વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવાની તક મળી શકે છે. આર્થિક પક્ષ મજબૂત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)