જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. ગણતરીના દિવસોમાં સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ 3 રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં વાણી, વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ અને ભાગ્યનો કારક ગુરુ ગ્રહ એક જ દિવસે રાશિ પરિવર્તન કરશે. જો કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને ગુરુ ગ્રહ મજબૂત હોય તો જ્ઞાન અને ભાગ્ય વધે છે. આ બંને ગ્રહની મજબૂત સ્થિતિ જીવનની અનેક સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ અને ગુરુ ગ્રહ 22 સપ્ટેમ્બરે એક સાથે પોતાની ચાલ બદલશે. રવિવારના દિવસે સવારે 10:15 મિનિટે બુધ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. આ જ દિવસે સાંજે 7.14 મિનિટે ગુરુ મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે. આ રીતે બુધ અને ગુરુની ચાલમાં થનાર ફેરફાર ત્રણ રાશીના લોકોને વિશેષ લાભ કરશે.
સપ્ટેમ્બરમાં ત્રણ રાશિનો થશે ભાગ્યોદય
મેષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ અને ગુરુ ગ્રહના ગોચરથી મેષ રાશિના લોકોને લાભ થવાનો છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને વિશેષ લાભ થતા રહેશે. નોકરી કરતા લોકોના બધા જ કામ સમયસર પૂર્ણ થશે. ઓફિસમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા લોકોનું સન્માન વધશે. યુવાઓની રુચિ ધર્મ અને અધ્યાત્મમાં વધશે. માનસિક શાંતિ મળશે.
કન્યા
અવિવાહિત લોકો માટે આ સમયે લાભકારી છે. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. 22 સપ્ટેમ્બર પહેલા બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. રોકાણ કરવા માટે ઉત્તમ સમય. ધન લાભ થઈ શકે છે. લગ્ન જીવનમાં પાર્ટનર સાથે સંબંધ સુધરશે.
મકર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના બિઝનેસમેનના અટકેલા કામ ઝડપથી પૂરા થવા લાગશે. યુવા વર્ગ જો કોઈ રોગથી પીડિત છે તો 22 સપ્ટેમ્બર પછી તેમને રોગથી મુક્તિ મળી શકે છે. નોકરી કરતા લોકોને અચાનક મોટો ધંધા થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે. પરિવારમાં સુખ શાંતિ વધશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)