શુક્ર ગ્રહ સમય સમય પર પોતાની ચાલ બદલતો રહે છે, જે તેની સાથે શુભ અને અશુભ પરિણામો લાવે છે. ત્યારે શુક્ર થોડા દિવસ બાદ ફરી એકવાર પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે.
ગ્રહોના રાજકુમાર બુધની રાશિમાં શુક્ર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. એટલે કે શુક્ર ટૂંક સમયમાં સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. દ્રિક પંચાંગ મુજબ શુક્ર 24 ઓગસ્ટે બપોરે 1:24 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
જેના કારણે તમામ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે. ચાલો જાણીએ કન્યા રાશિમાં શુક્રના પ્રવેશને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે –
વૃષભ
કન્યા રાશિમાં શુક્રનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને તમારા કાર્યસ્થળ પર રોકાણ કરવા માટે સારી ડીલ મળી શકે છે, જે નફાકારક પણ સાબિત થશે. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. આર્થિક રીતે લાભ મળી શકે છે. જીવનમાં રોમાન્સ જળવાઈ રહેશે. તેમજ પૂજા-પાઠમાં ખૂબ જ રસ રહેશે.
સિંહ
કન્યા રાશિમાં શુક્રના ગોચરથી સિંહ રાશિના લોકોને પણ ફાયદો થઈ શકે છે. તમને તમારી મહેનતનું ફળ મળશે. સુખ-શાંતિના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે. તમે તમારા પ્રેમી સાથે ડેટ પર પણ જઈ શકો છો. તમારી આવક વધારવા માટે તમને નવા સોર્સ મળી શકે છે. નવી નોકરી મળવાની પણ સંભાવના છે.
મકર
કન્યા રાશિમાં શુક્રનું ગોચર મકર રાશિના લોકો માટે પણ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં રોમાન્સ અને આકર્ષણ રહેશે. કોઈ નાની ટ્રીપનો પ્લાન બને તેવી સંભાવના છે. તમને તમારા કરિયરમાં નવા ટાસ્ક મળી શકે છે. તમે વ્યવસાયિક અને નાણાકીય રીતે સ્થિર થશો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)