જ્યોતિષમાં પંચ મહાપુરૂષ રાજયોગનું વર્ણન મળે છે. જેમાં બુધ ગ્રહ ભદ્ર રાજયોગ બનાવે છે. સાથે શનિ દેવ શશ રાજયોગ બનાવે છે. આ રાજયોગોના પ્રભાવથી વ્યક્તિને ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થાય છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. જેનાથી ભદ્ર રાજયોગ બનવા જઈ રહ્યો છે. તેવામાં આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ કઈ છે.
મકર
તમારા લોકો માટે ભદ્ર રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના નવમાં ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. આ સમયમાં તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તો તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. વ્યાવસાયિક મોર્ચા પર જુઓ તો તમને કોઈ મોટી ડીલ મળી શકે છે, જેનાથી ધનલાભ થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
ધન
ભદ્ર રાજયોગ બનવાથી ધન રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે તે રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. સાથે પારિવારિક જીવનની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સંતુષ્ટ અને ખુશ જોવા મળશો. આ સમયે તમને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. આ સમયમાં જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેની ઈચ્છા પૂરી થઈ શકે છે. સાથે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે.
કન્યા
તમારા માટે ભદ્ર રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી કરિયરની દ્રષ્ટિએ જુઓ તો આ દરમિયાન તમારી પ્રગતિ થવાની સાથે પગાર વધારાનો યોગ છે. વેપારની દ્રષ્ટિએ સારૂ રિટર્ન મળી શકે છે. આ સમયે તમે લોકપ્રિય થશો. સાથે સમાજમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમે તમારા લક્ષ્યો પૂરા કરવામાં સફળ થશો. આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)