હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ અનુસાર ફળ આપનાર કહેવાય છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનો હિસાબ શનિદેવ કરે છે અને તે પ્રમાણે તે જાતકને ફળ આપે છે. સારા કર્મ કરનારને શનિ સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ચમત્કારી પણ એકદમ સરળ ઉપાયો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સફળતાના રસ્તામાં આવતી બાધાઓ દુર થવા લાગે છે. આ ઉપાયમાં સરસવનું તેલ મુખ્ય છે.
સરસવના તેલનું વિશેષ મહત્વ છે. શનિવારે સૂર્યાસ્ત પછી જો સરસવના તેલનો આ ઉપાય કરવામાં આવે છે કે વ્યક્તિનું ભાગ્ય પલટી મારે છે. તેના માટે સૂર્યાસ્ત પછી સરસવના તેલનો દિવો કરવાનો હોય છે. પરંતુ આ દિવો નિયમપૂર્વક કરવો પડે છે.
શાસ્ત્રો અનુસાર શનિવારે શનિદેવ સામે દીવો કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ છે તો તેણે આ ઉપાય કરવો જોઈએ. તેના માટે શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. દીવો કર્યા પછી પાછળ ફરીને ન જોવું.
સુંદરકાંડનો પાઠ
શાસ્ત્રો અનુસાર શનિવારે સાંજે બજરંગબલીને ફૂલની માળા ચઢાવીને તેમની સામે દીવો કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિ દોષ અને અશાંત ગ્રહોનો દોષ દુર થાય છે. અને અશાંત ગ્રહોના ખરાબ પ્રભાવથી છુટકારો મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)