સનાતન ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. બધા જ દેવી દેવતાઓમાં તેઓ પ્રથમ પૂજ્ય છે. દરેક શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ગણેશજીની આરાધના કરે છે તેના જીવનના દુઃખ, દર્દ દૂર થઈ જાય છે. ગણેશજીના ભક્તો માટે ગણેશ ચતુર્થીનો તહેવાર સૌથી મોટો તહેવાર હોય છે.
પંચાંગ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર અને શનિવારે ઉજવાશે. ગણેશ ચતુર્થીની પૂર્ણાહુતિ એટલે કે ગણેશ વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે 17 સપ્ટેમ્બરે થશે. આ વર્ષનો ગણેશોત્સવ બારમાંથી ત્રણ રાશિ માટે લાભકારી રહેશે. આ ત્રણ રાશિ ભગવાન ગણેશની પ્રિય રાશિ છે અને તેમને આ વર્ષે પૂજા કરવાથી મનવાંચિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
મિથુન
મિથુન રાશિના સ્વામી ગણેશના દેવતા બુધ ગ્રહ છે. આ કારણે મિથુન રાશિ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હંમેશા રહે છે. ગણેશ ચતુર્થીના દિવસે જો મિથુન રાશિના લોકો ભગવાનની વિધિપૂર્વક પૂજા કરે છે તો તેમને જીવનમાં અપાર સફળતા મળે છે. સાથે જ શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો પણ મળે છે.
કર્ક
કર્ક રાશિ પર પણ ચંદ્રદેવ અને ગણેશજીની કૃપા હંમેશા રહે છે. કર્ક રાશીના લોકો જો નિયમિત રીતે ગણેશજીની ઉપાસના કરે તો તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. આ ગણેશ ચતુર્થી કર્ક રાશિના લોકો માટે પણ ખાસ બની રહેશે. આ સમય દરમિયાન તેમને લાભ મળવાની સૌથી વધારે સંભાવના છે.
કન્યા
કન્યા રાશિના સ્વામી ભગવાન ગણેશના દેવતા બુધ ગ્રહ છે. ગણેશ ચતુર્થી પર કન્યા રાશિના લોકો ગણેશજીની પૂજા કરીને વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે સાચા મનથી ગણેશજીની પૂજા કરવાથી મનની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ વર્ષની ગણેશ ચતુર્થી કન્યા રાશિના લોકોના જીવનમાં સુખ-શાંતિ અને ધન-ધાન્ય વધારનાર સાબિત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)