fbpx
Friday, September 20, 2024

ઢીંચણની પીડા સહન કરી શકતા નથી? સરસવના તેલનો આ ઘરેલું ઉપાય રાતોરાત રાહત આપશે

વધતી ઉંમર સાથે શરીરમાં કોઈને કોઈ તકલીફ શરૂ થઈ જાય છે. ઉંમર વધવાના કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ, યોગ્ય પોશ્ચરમાં ન બેસવા અને ક્યાંક પગ અથડાઈ જાય તો તેના કારણે પણ ઢીંચણનો દુખાવો થવા લાગે છે અને તેમાં સોજો આવી જાય છે. આ કારણે લોકોને ચાલવા-ફરવા અને ઉઠવા-બેસવામાં પણ સમસ્યા થાય છે. આ તકલીફને ઓછી કરવા માટે કેટલાક ઘરગથ્થુ નુસખા અજમાવી શકાય છે.

અમે તમને અહીં સરસવના તેલનો એક એવો જ નુસખો જણાવી રહ્યાં છીએ, જેને અજમાવીને તમે ઢીંચણના અસહ્ય દુખાવામાં રાહત મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે સરસવના તેલમાં શું નાખીને ઢીંચણની માલિશ કરવાથી દુખાવો છૂમંતર થઈ જશે.

ઢીંચણના દુખાવા માટે આ રીતે લગાવો સરસિયાનું તેલ

ઢીંચણના દુખાવા માટે આ નુસખો ખૂબ જ કારગર સાબિત થાય છે. સરસિયાના તેલમાં રહેલા ગુણ દુખાવાને ઓછો કરવામાં કમાલની અસર બતાવે છે. એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેમાં થોડી લસણની કળી નાખી દો. લસણ અને સરસવના તેલને એકસાથે ગરમ કરીને તેલને આંચ પરથી ઉતારી લો. લસણ સારી રીતે તેલ સાથે ઉકળી જવું જોઈએ. આ તેલને થોડું હૂંફાળું હોય ત્યારે જ ઢીંચણ પર લગાવીને માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી ઢીંચણનો દુખાવો ઓછો થવા લાગે છે.

આ નુસખા પણ આવશે કામ

ઢીંચણના અસહ્ય દુખાવાથી રાહત અપાવવામાં ઘરની ઘણી વસ્તુઓ કામ આવી શકે છે. હળદરનો લેપ બનાવીને ઢીંચણ પર લગાવો અથવા તો હળદરવાળું દૂધ પીવાથી પણ ઢીંચણના દુખાવાથી રાહત મળે છે. હળદરમાં ભેળવીને કે પછી તેને સરસિયાના તેલ સાથે ગરમ કરીને ઢીંચણ પર માલિશ કરી શકો છો. હળદરના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેરના તેલથી પણ ઢીંચણનો દુખાવો ઓછો કરવાનો પ્રયાસ કરી શકાય છે. નાળિયેરના તેલનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. તેવામાં નાળિયેરના તેલને થોડું ગરમ કરીને ઢીંચણની માલિશ કરવાથી પણ દુખાવો છૂમંતર થઈ જશે.

આ સિવાય એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો અને એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર આદુનો પણ ઉપયોગ કરી શકાય છે. આદુને પાણીમાં ઉકાળીને આ પાણીનું સેવન કરવાથી ઢીંચણના દુખાવાથી રાહત મળી શકે છે.

ઢીંચણના દુખાવા માટે લીંબુનો આ રામબાણ ઉપાય પણ અજમાવી શકાય છે. લીંબુનું સેવન માત્ર ફાયદાકારક નથી, તેને તલના તેલમાં ઉકાળીને ઢીંચણ પર લગાવી શકાય છે. એકથી બે લીંબુ કાપીને કોટનના કપડામાં બાંધી લો. આ કપડાને તલના તેલમાં ડુબાડીને 5 થી 10 મિનિટ સુધી દુખાવો થતો હોય જગ્યા પર રાખો. દિવસમાં બે વાર આ ઉપાય અજમાવવાથી ઢીંચણનો દુખાવો દૂર થાય છે.

તુલસીનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થાય છે. તુલસીના કેટલાક પાનને પાણીમાં નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. દરરોજ 2 થી 3 વખત આ ચા પીવાથી ઢીંચણના દુખાવામાં રાહત મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles