આપણા જીવનમાં જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે. વાસ્તુના જાણકારોનું કહેવું છે કે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનું જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો ઘરના કેટલાક વાસ્તુદોષને ટાળી શકાય છે. સાથે જ માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ત્રણ એવી વસ્તુઓ હોય છે જેને ક્યારેય ખાલી રાખવી જોઈએ નહીં. ઘરમાં આ વસ્તુઓ ખાલી રહેતો દરિદ્રતા વધવા લાગે છે. આ ભૂલ કરનાર વ્યક્તિ જો કરોડપતિ હોય તો પણ તે ધીરે ધીરે કંગાળ બનવા લાગે છે.
ઘરની આ વસ્તુઓને ન રાખો ખાલી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી ભરવાનું વાસણ હોય તેને ક્યારેય ખાલી રાખવું નહીં. પાણી માતા લક્ષ્મીનું રૂપ છે. જો પાણી ભરવાનું વાસણ ખાલી રહેતું હોય તો માતા લક્ષ્મી પણ વ્યક્તિથી નારાજ રહે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય અનાજના વાસણ પણ ખાલી રાખવા નહીં. અનાજ ભરવાના વાસણ જો ખાલી થઈ જાય તો ઘરમાં દરિદ્રતા વધવા લાગે છે. ખાસ કરીને ચોખા અને લોટનું વાસણ સાવ ખાલી થવા દેવું નહીં. તે ખાલી થાય તે પહેલા જ તેને ભરી દેવું જોઈએ.
તિજોરી અને પર્સને પણ ક્યારેય ખાલી રાખવા નહીં. તેનાથી ધનનો અભાવ વધે છે. જે પર્સ તમે વાપરતા ન હોય તેમાં પણ એક સિક્કો ચોક્કસથી રાખો. પર્સ કે ધન રાખવાની જગ્યા સાવ ખાલી હોય તો તેનાથી આર્થિક સંકટ વધવા લાગે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)