દેવોના ગુરૂ બૃહસ્પતિ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. ગુરૂ એક રાશિમાં આવશે 1 વર્ષ સુધી રહે છે. તેવામાં એક રાશિચક્ર પૂરુ કરવામાં આશરે 12 વર્ષનો સમય લાગે છે. તેવામાં ગુરૂના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકોના જીવનમાં જોવા મળે છે. ગુરૂ રાશિ સિવાય સમય-સમય પર નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. ગુરૂ નક્ષત્ર પરિવર્તન કરવાની સાથે નક્ષત્ર પદમાં પણ ફેરફાર કરે છે. મહત્વનું છે કે આ સમયે ગુરૂ મૃગશિરા નક્ષત્રમાં બિરાજમાન છે. આ રાશિમાં નવેમ્બર 2024 સુધી રહેવાના છે. પરંતુ સમય-સમય પર પદ પરિવર્તન કરતા રહે છે. ગુરૂ 22 સપ્ટેમ્બરે મૃગશિરા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે. ગુરૂ બૃહસ્પતિના નક્ષત્ર પરિવર્તન કરવાથી કેટલાક જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. આવો ગુરૂના નક્ષત્ર પરિવર્તનથી કયાં જાતકોને લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂને સુખ-સમૃદ્ધિ, ભાગ્ય, સૌભાગ્યનો કારક માનવામાં આવે છે. દૃક પંચાગ અનુસાર ગુરૂ બૃહસ્પતિ, 22 સપ્ટેમ્બરે સાંજે 7 કલાક 14 મિનિટ પર મૃગશિરા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે અને આ પદમાં 26 ઓક્ટોબર સુધી રહેશે. મહત્વનું છે કે ગુરૂ આ નક્ષત્રમાં 28 નવેમ્બર 2024 સુધી રહેવાના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૃગશિરા નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી પાંચમું નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહોના સેનાપતિ મંગળ છે.
મેષ
આ રાશિમાં દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ બીજા ભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. ભાગ્યનો સાથ મળશે, જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આવકના નવા સ્ત્રોત ખુલશે. વિદેશમાં અભ્યાસ કરવા કે ફરવાનું સપનું પૂરુ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પણ ખુબ લાભ મળી શકે છે. મંગળના નક્ષત્રમાં ગુરૂના જવાથી નોકરીમાં નવી તક મળી શકે છે. આ સાથે જીવનમાં ઘણા પ્રકારની ખુશીઓ આવી શકે છે. નવો વેપાર શરૂ કરવા ઈચ્છો તો આ સમયમાં કરી શકો છો. વિદેશમાં જે જાતક વેપાર કરી રહ્યાં છે, તેને પણ સારો લાભ મળવાનો છે.
વૃશ્ચિક
આ રાશિના જાતકો માટે પણ ગુરૂનું મૃગશિરા નક્ષત્રના બીજા પદમાં જવું લાભદાયક સિદ્ધ થશે. આ રાશિમાં ગુરૂ સાતમાં ભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ જરૂર મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારી સારી ઓળખ થશે. આ સાથે તમારા કામને જોતા મોટી જવાબદારી મળી શકે છે. તમારો પગાર પણ વધી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવારની સાથે સમય પસાર થશે. ડઆવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)