fbpx
Monday, November 25, 2024

શું તમે કોઈ કામ ન કર્યું હોય તો પણ થાક લાગે છે? તો આજથી જ આ ખોરાક લેવાની શરૂઆત કરો

સવારનો નાસ્તો આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સવારનો નાસ્તો દિવસભર કામ કરવાની એનર્જા આપે છે અને થાકને દૂર  કરે છે. ડાયેટ નિષ્ણાતોની માનીએ તો શરીરને સવારે એવી વસ્તુઓની જરૂર હોય છે, જે તેને દિવસભર સક્રિય અને ઉર્જાસભર બનાવી શકે છે. તેથી જ તંદુરસ્ત નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાસ્તામાં તમે ઇંડા, ઓટમીલ, ફળો, પનીર, દહીંનો સમાવેશ કરી શકો છો.

સવારના નાસ્તામાં આચર-કુચર ચીજો ખાવાનું ટાળો, કારણ કે સવારનો નાસ્તો ન કરવાથી આરોગ્ય વધુ ખરાબ થઈ શકે છે. સ્વસ્થ નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક શામેલ હોવા જોઈએ. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

નાસ્તામાં આ વસ્તુનું સેવન કરો:
કેળા

સવારે દૂધ અને કેળા ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળે છે. દૂધ અને કેળાથી તમને વિટામીન, મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. કેળા અને દૂધનું સેવન કરવાથી તમારૂ પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને થાક નહીં લાગે.

દહીં

દરેક વ્યક્તિએ નાસ્તામાં દહીંને શામેલ કરવું જોઇએ. દહીં આપણા આંતરડાના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાસ્તામાં દહીં ખાવાથી ઘણા ફાયદા થાય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે તમારું પેટ સાફ રાખે છે અને તમારું પાચન પણ સારું રાખે છે.

ઈંડા

દરરોજ નાસ્તામાં ઇંડાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગ દૂર રહે છે. ઇંડામાં પુષ્કળ પ્રોટીન અને પોષક તત્વો જોવા મળે છે. ઇંડામાં વિટામિન ડી હોય છે, જે હાડકાં માટે ફાયદાકારક છે. દરરોજ એક ઇંડું ખાવાથી તમે તમારા આખા દિવસની વિટામિન ડીની માત્રા પૂરી કરી શકો છો.

ડ્રાયફ્રૂટ

ડ્રાયફ્રૂટ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ તે પોષક તત્વોથી પણ ભરપુર છે. સવારે નાસ્તામાં ડ્રાયફ્રુટનું સેવન કરવાથી વજન વધવાની સમસ્યાથી છૂટકારો મળશે. ડ્રાયફ્રુટથી હૃદયરોગ અને આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ પણ ઓછું થશે.

પનીર

સવારના નાસ્તામાં પનીરનું સેવન કરવું એ ઉત્તમ ખોરાક છે. પનીર પ્રોટીનથી ભરપુર છે, જેના કારણે તે પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. આ સિવાય સવારના નાસ્તામાં ફળો પણ સારો વિકલ્પ છે.

પીનટ બટર

રોટલી કે પરાઠા પર તમે પીનટ બટર લગાવીને પણ તમે ખાઈ શકો છો. પીનટ બટરમાંથી તમને હેલ્ધી પ્રોટીન મળશે..પીનટ બટર વાળી બ્રેડ પણ તમે ખાઈ શકો છે. પીનટ બટરના સેવનથી તમને ભરપૂર એનર્જી મળશે અને સહેજ પણ થાક નહીં લાગે.

ઓટ્સ

સવારના નાસ્તામાં ઓટનું સેવન ફાયદાકારક છે. ઓટ્સમાં વિટામિનથી માંડીને અનેક પ્રકારના ખનિજો અને એન્ટીઓકિસડન્ટો મળી આવે છે. ઓટ્સનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટરોલનું સ્તર ઓછું થાય છે. ઓટ્સના સેવનથી હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે.

કઠોળ

રાજમાં, ચણા, મગ, વટાણા, સોયાબીન ખાવાથી તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે..સવારે કઠોણનું સેવન કરવાથી આરોગ્ય સારૂ રહે છે. કઠોણના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles