શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ આગળ વધે છે. શનિને 12 રાશિનું ચક્ર પૂરું કરતા લગભગ 30 વર્ષનો સમય લાગે છે. શનિ એક રાશિમાં પ્રવેશ કરે પછી અઢી વર્ષ સુધી તે રાશિમાં બિરાજમાન રહે છે. તેથી જ શનિના કારણે થતી અસર વ્યક્તિ પર લાંબા સમય સુધી જોવા મળે છે. શનિની વક્ર દ્રષ્ટિ કોઈ રાશિ પર હોય તો તેના જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ વધે છે. તેવી જ રીતે જો શનિની સારી દ્રષ્ટિ કોઈ વ્યક્તિના જીવન પર હોય તો તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી અને તે રાજા જેવું જીવન જીવે છે.
3 ઓક્ટોબર 2024 અને નવરાત્રીના પ્રથમ દિવસે શનિ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. પ્રથમ નોરતે શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. હાલ શનિ વક્રી અવસ્થામાં છે અને આ અવસ્થામાં જ તે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 15 નવેમ્બરે શનિ માર્ગી થશે અને 27 ડિસેમ્બરે માર્ગી અવસ્થામાં શતભિષા નક્ષત્રમાંથી નીકળી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ફરીથી ગોચર કરશે. શનિના આ ડબલ ગોચરથી વર્ષ 2024 ના અંત સુધીમાં ત્રણ રાશિના લોકોને અપાર ધન મળી શકે છે. આ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ.
શનિના ડબલ ગોચરથી આ ત્રણ રાશિઓને થશે અપાર લાભ
મેષ
શનિના ડબલ ગોચરથી મેષ રાશિના લોકો વધારે ધૈર્યવાન બનશે. આક્રમકતા ઘટશે. પ્રાઇવેટ જોબમાં સ્થિરતા આવશે. પ્રમોશન કે પગાર વધારાની સંભાવના. વિદ્યાર્થીઓ માટે સારો સમય. વેપારીઓને વેપારમાં નફો વધશે. કારોબારનો વિસ્તાર થશે. અચાનક ધન લાભ થશે તેનાથી સંપત્તિ વધશે. લવ લાઈફ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
તુલા
તુલા રાશિના લોકોને શનિના ડબલ નક્ષત્ર ગોચર થી વધારે લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. શનિ કૃપાથી સફળતા મળશે. નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે. ધન કમાવાના અવસર પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે. જીવન સુખમય રહેશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. લોકપ્રિયતામાં વધારો થશે. પરિવારમાં સુખ શાંતિ વધશે
કુંભ
શનિ હાલ કુંભ રાશિમાં જ ગોચર કરે છે. શનિના નક્ષત્ર ગોચરથી આ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. સરકારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. વેપારીઓનો વેપાર વધશે. રોકાણ કરવાથી લાભ થશે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે. મહેનતનું ફળ મળશે. અચાનક લાભ થવાની સંભાવના. લગ્નજીવન સુખમય રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)