fbpx
Sunday, October 6, 2024

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા સવારે ઉઠતાવેંત કરો આ શુભ કાર્ય

નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રીમાં માં દુર્ગાના અલગ અલગ રુપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો શુભ ફળ મળે છે. નવરાત્રીનો પર્વ વર્ષનો સૌથી પવિત્ર અને શુભ અવસર હોય છે. આ દિવસો દરમિયાન માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ખાસ ઉપાય કરવાથી તુરંત ફળ મળે છે. આજે તમને એવા કામ વિશે જણાવીએ જેને સવારે આંખ ખુલતાની સાથે જ કરી લેશો તો માં લક્ષ્મી પ્રસન્ન થશે. સવારે જાગીને જે વ્યક્તિ આ ચાર કામ કરે છે તેના ઘર તરફ ચુંબકની જેમ ધન અને સફળતા ખેંચાઈ આવે છે. 

સવારે ઉઠતાવેંત કરો આ કાર્ય 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજ સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરીને તેમનો આભાર માનવો જોઈએ. સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે ભગવાનને યાદ કરો. ભગવાનને પ્રાર્થના કરો કે, હે ઈશ્વર તમારા સાથના કારણે જીવન સારું ચાલી રહ્યું છે. નિયમિત આ વાક્ય કહેવાથી મનને શાંતિ અને સુખ મળશે 

હથેળીના દર્શન 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સખત મહેનત કરી રહ્યા હોય તેમ છતાં આર્થિક સ્થિતિ સુધરતી ન હોય તો સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરી અને પછી પોતાની બંને હથેળીના દર્શન કરો. માન્યતા છે કે આવું કરનાર વ્યક્તિ પર માતા લક્ષ્મીની ખાસ કૃપા વરસે છે. 

ગણેશ મંત્રનો જાપ 

ભગવાન ગણેશને શાસ્ત્રમાં પ્રથમ પૂજ્ય કહેવાયા છે. ગણપતિજી કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી. તેથી સવારે જાગીને ગણપતિજીના કોઈપણ મંત્રનો જાપ કરો. સૌથી ઉત્તમ રહે કે તમે સવારે જાગીને ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મૈય નમઃ મંત્રનો જાપ કરો. 

તુલસીની પૂજા

સનાતન ધર્મમાં તુલસીના છોડને પવિત્ર કહેવાય છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવો. સાથે જ રોજ સવારે તેની પૂજા કરો અને જળ અર્પણ કરો. સ્નાન કરીને સૌથી પહેલા તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles