જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પછી રાશી પરિવર્તન કરે છે. દરેક ગ્રહનો રાશિ પરિવર્તન કરવાનો સમય અલગ અલગ હોય છે. જેમાં ગ્રહોના રાજા સૂર્ય એક રાશિમાં 30 દિવસ સુધી ગોચર કરે છે. ત્યાર પછી તે રાશિ બદલે છે.. હાલ સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરે છે. કન્યા રાશિમાં સૂર્ય 17 ઓક્ટોબર સુધી રહેશે.
17 ઓક્ટોબરે સવારે 7.47 મિનિટે સૂર્ય કન્યા રાશિમાંથી નીકળી પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. આ ગોચરની તુલા સંક્રાંતિ પણ કહેવાય છે. તુલા રાશિમાં સૂર્ય આવનારા 30 દિવસ સુધી રહેશે. 16 નવેમ્બરે સવારે સૂર્ય તુલા રાશિમાંથી નીકળી વૃષિક રાશિમાં પ્રવેશ કરશે. 17 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધીના દિવસો 3 રાશીના લોકો માટે લાભકારી રહેશે.
સૂર્ય ગોચરનો રાશિઓ પર પ્રભાવ
કન્યા રાશિ
સૂર્યના તુલા રાશિમાં પ્રવેશથી કન્યા રાશિ માટે ખુબ જ સારો સમય શરૂ થશે. આ સમય દરમિયાન દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. દરેક કાર્ય સમયસર પૂરું થશે. યુવાનોને કારકિર્દીમાં આગળ વધવાની તકો મળશે. નોકરી લાગી શકે છે. આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના.
તુલા રાશિ
સૂર્યદેવ નીચ રાશિ તુલામાં ગોચર કરશે. જે આ રાશિના લોકો માટે શુભ છે. આ રાશિના લોકોનું પદ વધી શકે છે. સૂર્ય ગોત્ર પછીના 33 દિવસ નોકરી કરતા લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે. વેપારમાં વૃદ્ધિ થશે. લગ્ન જીવનમાં ખુશાલી વધશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.
કુંભ રાશિ
ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિના લોકોને પણ ફાયદો કરાવશે. નોકરી કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ઓફિસમાં કામ કરવામાં અનુકૂળતા રહેશે. બેરોજગાર લોકો માટે 33 દિવસ શુભ છે, આ સમય દરમિયાન નોકરી માટે સારી ઓફર મળી શકે છે. બિઝનેસમાં પ્રગતિના પ્રબળ યોગ. કારોબાર વધશે. સ્વાસ્થ્ય સુધરશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)