ટપ્પુ : અલ્યા,
આજે મેં એક અફલાતૂન વાત વાંચી.
જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતું
આવડતું એ માણસ સ્ત્રીને કારણે
બે વર્ષમાં પ્રોફેસર બની ગયો.
પપ્પુ – એમાં શું મોટી વાત?
હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષની
ઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીને
બે જ દિવસમાં મુર્ખ બની ગયો.
😅😝😂😜🤣🤪
એક સાહેબ ખૂબ જ ભૂલક્કડ હતા.
પોતાની ઘડિયાળ કાયમ ડાબા ખિસ્સામાં મૂકતા હતા.
એકવાર ભૂલથી તેમણે જમણા ખિસ્સામાં મૂકી દીધી,
અને જ્યારે સમય જોવા ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો
તો ઘડિયાળ ગાયબ.
તેમણે એક વિદ્યાર્થીને કહ્યું કે જા,
મારા ઘરેથી મારી ઘડિયાળ લઈ આવ.
પછી જમણા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને બોલ્યા :
જો હમણા 10 વાગીને 20 મિનિટ થઈ છે.
10 વાગીને 40 મિનિટ સુધી પાછો આવી જજે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)