શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે. કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન વગેરે.
આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે જેનો ઉપયોગી બાળકોથી લઈને વૃદ્ધો પણ કરી શકે છે.
કેટલાક ઘરેલું સરળ નુસખા
200 ગ્રામ આદુને છીણી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકો, શેકાયને લાલ થાય ત્યાંરે એમાં 400 ગ્રામ ગોળ નાખો. હવે પેન નીચે ઉતારી ઠંડું થઇ જાય ત્યારે તેને એક ડબ્બામાં સ્ટોર કરો. સવાર-સાંજ 10-10 ગ્રામ જેટલો ખાવાથી કફ વૃદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઇ શકે છે.
10-15 ગ્રામ આદુના રસમાં મધ મેળવીને પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે. એનાથી હૃદયરોગ, આફરો, અને સૂળમાં પણ ફાયદો થાય છે. ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે.
ધાતીમાં કફ સુકાઇને ચોંટી જાય, વારંવાર વેગ પૂર્વક ખાસી આવે ત્યારે સૂકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ લગાવી મીઠાની પોટલી તપાવી શેક કરવો.
ડુંગળીના ટુકડા કરી ઉકાળો કરીને પીવાથી કફ દૂર થાય છે.
પાકી સોપારી ખાવાથી કફ મટે છે.
2 થી 4 સુકા અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમણ ઘટે છે.
રાત્રે સૂતી વખતે 30-40 ગ્રામ ચણા ખાઇ ઉપર 100-125 ગ્રામ દૂધ પીવાથી શ્ર્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.
સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક 10-10 ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી 20 ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.
કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું.
એલચી, સિંઘવ, ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી કફ રોગ મટે છે.
છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખૂબ તકલીફ થતી હોય, તો દર અડધા કલાકે રુદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલચી થઇ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.
રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીના પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળા મરી, ચણાના દાણા જેવડાં આઠ થી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાથી 10-15 દિવસમાં કફ મટે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)