દહીંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાની ચમક વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તેમાં હાજર પ્રોબાયોટીક્સ યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે.
તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ત્યારે દહીં ખાવાના ફાયદાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
દરરોજ એક વાટકી દહીં ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન બી 12, પોટેશિયમ વગેરે.
પાચનક્રિયાને દુરૂસ્ત રાખે છે દહીં, પણ ધ્યાન રાખો કે રાત્રે દહીં પાચનતંત્ર બગડી શકે છે.
દહીં ખાવાથી રોગ પ્રતિરક્ષા શક્તિ મજબૂત રાખે છે.
દરરોજ દહીં ખાવાથી , ત્વચા સુંદર અને તંદુરસ્ત રહે છે. તમે તેને ખાવાની સાથે ચહેરા પર પેકની રીતે પણ લગાવી શકો છો.
ખોરાકમાં દહીં લોહીનું દબાણ નિયંત્રણમાં રાખે છે.
હાડકાંને મજબૂત બનાવવા માટે પણ દહીં ઉપયોગી છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)