સનાતન ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, આખા વર્ષમાં 12 પૂર્ણિમાની તિથિ હોય છે. એમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા અને કોજાગર પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે, શરદ પૂર્ણિમાની રાતે ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે મહારાસ કરી હતી, એટલા માટે આને રાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. ત્યાં જ, શરદ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મી પૃથ્વીની પરિભ્રમણ કરવા આવે છે, જેનાથી કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાતે ખુલ્લામાં આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. શું તમે જાણો છો આ ખીર ખાવાના લાભ શું છે? આ વર્ષે ક્યારે છે શરદ પૂર્ણિમા? શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રના કિરણોમાં ખીર રાખવાનો સમય શું છે?
શરદ પૂર્ણિમા 2024ની યોગ્ય તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે શરદ પૂર્ણિમા માટે જરૂરી આસો શુક્લ પૂર્ણિમાની તિથિ 16 ઓક્ટોબર બુધવારની રાત્રે 8.40 વાગ્યે શરૂ થશે. આ તિથિ બપોરે 17 ઓક્ટોબરે સાંજે 4.55 સુધી માન્ય રહેશે. એવામાં શરદ પૂર્ણિમાનો પર્વ 16 ઓક્ટોબર બુધવારના રોજ ઉજવાશે.
શરદ પૂર્ણિમા 2024માં ખીર રાખવાનો સમય
16મી ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના ચંદ્રોદય સાંજે 05:55 કલાકે થશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ખીર રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાઓથી સજ્જ થઈ સમગ્ર વિશ્વમાં પોતાના કિરણો ફેલાવશે.
કુંડળીમાં ચંદ્ર બળવાન થશે
શરદ પૂર્ણિમાના દિવસે ખીરનું સેવન કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. દૂધ, ખાંડ અને ચોખા, ત્રણેય વસ્તુઓ ચંદ્ર સાથે સંકળાયેલી છે. જો તમે શરદ પૂર્ણિમાના દિવસે ખીર તૈયાર કરો અને તેનું દાન કરો તો તમારી કુંડળીમાં રહેલો ચંદ્ર દોષ દૂર થઈ શકે છે.
સ્વાસ્થ્યમાં સુધારો થશે: ધાર્મિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં અમૃત જેવા ઔષધીય ગુણ હોય છે. જ્યારે ચંદ્રના કિરણો ખીર પર પડે છે ત્યારે તે ખીર પણ અમૃતના ગુણો વાળી બની જાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે અને ત્વચાની ચમક વધે છે.
રોગોમાં ફાયદો થશે: શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર નીચે મુકેલી ખીર ખાવાથી મન અને શરીર બંનેને ઠંડક મળે છે. આ ઘણા રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે.
ઈમ્યુનિટીમાં સુધારો: જો તમે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદીના વાસણમાં ચંદ્રના પ્રકાશમાં ખીર રાખી તેનું સેવન કરવાથી ઈમ્યુનિટી વધી શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)