એક માણસ વકીલ બની ગયો.
તેને પહેલો કેસ મળ્યો.
ગુનેગાર : પ્રયત્ન કરજો કે ઉમ્રકેદ થાય,
ફાંસી ન થાય.
વકીલ : તમે ચિંતા ના કરો, હું છું ને.
ચુકાદા પછી કોર્ટની બહાર પત્રકારે પૂછ્યું,
પત્રકાર : શું થયું?
વકીલ : ઘણી મુશ્કેલીથી ઉમ્રકેદ કરાવી છે.
જજ તો છોડી દેવા માંગતા હતા.
😅😝😂😜🤣🤪
છગનને ચોરીના આરોપમાં છ મહિનાની સજા
કરવામાં આવી.
છગને જજને કહ્યુ : નામદાર,
આ સજા તો મારા વકીલને મળવી જોઈએ.
જજ : એવું કેમ?
છગન : કારણકે મેં જેટલા રૂપિયા ચોર્યા હતા
તે બધા મહેનતાણાના રૂપે આ વકીલ સાહેબ
પચાવી ગયા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)