વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે છે. તો તમને જણાવી દઈએ કે દિવાળી બાદ શુક્ર અને શનિની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 30 વર્ષ બાદ બનશે. કારણ કે શનિ દેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તેવામાં શનિ અને શુક્રની આ યુતિ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પણ પ્રગતિ કરશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
મેષ
તમારા લોકો માટે શુક્ર અને શનિદેવનો સંયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બની રહ્યો છે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આ સમયમાં તમે નોકરીમાં ફેરફાર કરી શકો છો અને ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે તમારી ઓળખ વધશે. કારોબારીઓને રોકાણથી લાભ થશે. સાથે આ સમયમાં મહત્વપૂર્ણ વ્યાવસાયિક ડીલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ મળશે.
મિથુન
શુક્ર અને શનિની યુતિ મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી સકે છે. આ સમયે તમારા અટવાયેલા કાર્યો થઈ જશે. આ સમયમાં વિદેશ યાત્રા કે વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. સાથે વેપારીઓને ધનલાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોની કાર્યશૈલીમાં સુધાર આવશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
કુંભ
તમારા લોકો માટે શુક્ર અને શનિની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમારી કાર્યશૈલીમાં નિખાર આવસે. સાથે તમારી પર્સનલ લાઇફ પણ સારી રહેશે. તમને પાર્ટનરનો સહયોગ મળશે. આ સમયે તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. સાથે આ સમયે ભાગીદારીથી કામ કરવામાં લાભ મળશે. જે લોકોએ લગ્ન કર્યા નથી તેને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. આ સમયે તમારી પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયે શનિના શુભ પ્રભાવથી સુખ સુવિધામાં વધારો થશે અને જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદો થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)