fbpx
Sunday, November 24, 2024

શરદી અને ઉધરસ છે? ઘરે જ કરો આ ઘરેલું ઉપાય, રસોડાની આ વસ્તુ આપશે આરામ

શરદી અને ઉધરસ એવી સમસ્યા છે જે વાતાવરણ બદલાતા જ નાનાથી લઇને મોટા કોઇપણ વ્યક્તિને થઇ શકે છે. વાતાવરણમાં થોડુ ઠંડક થઇ જાય કે પછી રાતના સમયે ઠંડા રૂમમાં સુતા પછી તબિયત ખરાબ થવા લાગે છે. તેવામાં જો તમને પણ ઉધરસ થઇ ગઇ છે તો ઘરની કેટલીક વસ્તુઓનું સેવન કરીને તમે રાહત મેળવી શકો છો.

ઘરમાં જ કેટલીક એવી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર વસ્તુઓ છે જેનું સેવન કરવાથી ગળાને આરામ મળે છે અને ઉધરસ દૂર થઇ જાય છે. જાણો આ ફાયદાકારક વસ્તુઓ કઇ છે.

ઉધરસના ઘરગથ્થુ ઉપાય: આદુથી મળશે આરામ: ઉધરસની સમસ્યામાં આદુ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે મસલ્સને આરામ આપે છે અને શ્વાસ નળીને સાફ કરે છે. આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાને આરામ આપવાનું કામ કરે છે. આદુ (Ginger)નું સેવન કરવા માટે તેને નાના ટુકડામાં સમારીને પાણીમાં નાખો અને તેને ઉકાળી લો. આ આદુના પાણીને ગરમાગરમ પીવાથી ગળાને રાહત મળે છે અને ઉધરસ દૂર થવામાં તે અસરકારક છે.

હળદર: કરક્યૂમિન, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોવાળી હળદરનું સેવન ગળાને આરામ આપવા માટે સારી માનવામાં આવે છે. તેનાથી ઉધરસની સાથે શરદીની સમસ્યા પણ દૂર થઇ જાય છે. એક ચમચી હળદર પાઉડરમાં ચપટી કાળા મરીનો પાઉડર નાખો અને ગરમ દૂધમાં આ બંને વસ્તુ ભેળવીને પી જાઓ. તેનાથી ઉધરસમાં આરામ મળશે.

મધનું સેવન કરો: એન્ટીમાઇક્રોબિયલ ગુણોથી ભરપૂર મધનું સેવન ઉધરસથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે. 1-2 ચમચી મધ ખાઓ અને ઉપરથી થોડું ગરમ પાણી પી લો. આ નુસખાથી ગળાને આરામ મળે છે અને ઉધરસ દૂર થઇ જાય છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે એક વર્ષથી નાના બાળકોને મધ ખાવા માટે ન આપો.

ગરમ પાણીથી કોગળા કરો: ઉધરસ થાય તો ગળામાં ખરાશ પણ થઇ જાય છે. તેવામાં ગરમ પાણીથી કોગળા કરવાથી ગળાને આરામ મળે છે. તેનાથી ગળાની સમસ્યા ઓછી થાય છે અને ઉધરસથી છુટકારો મળે છે. ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને ગાર્ગલ કરવાથી ગળામાં રાહત મળે છે.

ગરમ સૂપ પીવો: ઘરે બનાવેલું ગરમાગરમ સૂપ ઉધરસમાં રાહત આપી શકે છે. સૂપ પીવાથી ઉધરસ દૂર થાય છે અને શરદીમાં પણ રાહત મળે છે. તમે તમારી પસંદનું કોઇપણ સૂપ બનાવીને પી શકો છો. મિક્સ વેજિટેબલ સૂપ શરદી-ઉધરસમાં સારી અસર કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles