જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના સેનાપતિ મંગળ દીવાળી પહેલા રાશિ પરિવર્તન કરશે. મંગળ 20 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 3.04 કલાકે પોતાની નીચ રાશિ કર્કમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો મંગળનું ગોચર કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય બદલી શકે છે. આ રાશિઓ માટે મંગળનું ગોચર શુભ ચિંતક બનીને આવશે. જાણો આ લકી રાશિઓ વિશે…
મેષ
કર્કમાં મંગળનું ગોચર મેષ રાશિના જાતકો માટે લાભકારી રહેશે. આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. નોકરીયાતોને ગૂડ ન્યૂઝ મળી શકે છે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. મંગળ ગોચર દરમિયાન તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. કાર્યોમાં સફળતા મળશે. દરેક પડકાર પાર પાડશો. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. આવકના સોર્સ ખુલશે.
સિંહ
મંગળનું ગોચર સિંહ રાશિના જાતકો માટે ખુબ શુભદાયી રહી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે. બોસ તમારાથી ખુશ થશે અને માન સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રે સફળતા મળશે. નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
તુલા
20 ઓક્ટોબરથી તુલા રાશિના જાતકોને લોટરી લાગી શકે છે. તમારા માટે મંગળનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. આવક વધી શકે છે. નોકરીયાત હશો તો તમારી આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. કાર્યસ્થળે બોસ તમારા કામથી ખુશ રહેશે.
કુંભ
મંગળનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે ભાગ્ય બદલનારું રહેશે. આ દરમિયાન તમને કોઈ મોટી ડીલ મળી શકે છે. ધનલાભના પણ યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કરિયરમાં તમને સફળતા મળશે. નવો બિઝનેસ કે કોઈ નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. ઈચ્છા મુજબ પરિણામ મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)