એક આળસુ માણસે ખુશ થઇને તેના મિત્રને કહ્યું :
અરે કુદરત મારી જુદી જુદી રીતે મદદ કરી રહી છે.
મિત્ર : શું વાત કરે છે, કેવી રીતે?
આળસુ : મારે હાથ-પગ નથી હલાવવા પડતા અને
કામ થઇ જાય છે.
મારે ઝાડ કાપવાના હતા, એટલામાં તોફાને મદદ કરી,
હું કચરાનો ઢગલો સળગાવવાનું વિચારી રહ્યો હતો કે
એટલી વારમાં આકાશમાંથી વીજળી પડી અને
કચરામાં આગ લાગી ગઇ.
મિત્ર : તો હવે શું પ્રોગ્રામ છે?
આળસુ : મારે જમીનમાંથી બટાટા અને ગાજર
કાઢવાના છે, તેથી ભુકંપની રાહ જોઇ રહ્યો છું.
😅😝😂😜🤣🤪
નોકર સૂતેલા શેઠને જગાડતાં બોલ્યો : શેઠજી,
અરે શેઠજી જલ્દી ઉઠો.
શેઠ ગભરાઈને : શું થયું? ચોરી થઈ કે શું?
નોકર : અરે,
તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)