હિન્દુ ધર્મમાં ધનતેરસના પર્વનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસ નો પર્વ માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરીની પૂજા કરવા માટે હોય છે. આ ત્રણ ભગવાનની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
આ વર્ષે ધનતેરસ 29 અને 30 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. પંચાંગ ભેદના કારણે બે દિવસ ધનતેરસ આવી રહી છે. જે દિવસે પણ ધનતેરસની પૂજા કરવાના હોય તે દિવસે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. દિવાળીમાં કરવાના અચૂક ઉપાયો છે. જેને કરનારને તુરંત ફળ મળે છે.
ધનતેરસના ચમત્કારી ઉપાય
ધનતેરસના દિવસે તુલસીજીને દૂધ અર્પણ કરવું. સાથે જ લાલ દોરો પણ બાંધવો. આમ કરવાથી બધા જ પ્રકારના દોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.
ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર પંચમુખી દીવો કરવો. તેનાથી ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીની પધરામણી થાય છે.
ધનતેરસના દિવસે સોનુ, ચાંદી, જાડું જેવી વસ્તુઓ ખરીદવી જોઈએ. આ દિવસે શંખ ઘરે લાવવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધનનો પ્રવાહ વધે છે.
ધનતેરસ સંબંધીત આ એક વિશેષ અને અચૂક ઉપાય છે. તેને કરવાથી સો ટકા લાભ થાય છે. ધનતેરસના દિવસે તિજોરીમાં પાંચ સોપારી મૂકવી જોઈએ. જો પાંચ સોપારી ન મૂકી શકો તો હળદરની ત્રણ ગાંઠ જરૂરથી રાખો. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.
ધનતેરસના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા વસ્ત્રનું દાન આપો. આમ કરવાથી ગ્રહદોષ દૂર થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)