fbpx
Saturday, November 23, 2024

ધનતેરસના દિવસે કરો ભગવાન ધન્વંતરિની પૂજા, જાણો વિધિ

હિન્દૂ ધર્મમાં વર્ષનો સૌથી મોટો અને મુખ્ય તહેવાર દિવાળી છે. દિવાળીની શરૂઆત ધનતેરસના પર્વથી થાય છે. ધનતેરસ કારતક માસની તેરસની તિથિના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસ સુખ, ધન અને સમૃદ્ધિનો માનક છે. આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે, જે આરોગ્યતા અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. સાથે જ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની અને ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે, જેથી ઘર અને ઓફિસમાં સુખ અને શાંતિ જળવાઈ રહે.

ધનતેરસનો દિવસ ખાસ કરીને વેપારીઓ અને ગૃહિણીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે. ધનતેરસના દિવસે સોનુ, ચાંદી અને વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે.

ધનતેરસની પૂજાનો સમય

આ વર્ષે ધનતેરસ મંગળવારે, 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસની તિથિનો પ્રારંભ 29 ઓક્ટોબરે 10:31 વાગ્યાથી થશે અને તે 30 ઓક્ટોબરે 01:15 AM પર સમાપ્ત થશે. ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત ખૂબ જ મહત્વનું હોય છે. ધનતેરસની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી લાભ થાય છે અને શુભ ફળ મળે છે.

ઘરમાં ધનતેરસની પૂજાની વિધિ

ઘરે ધનતેરસની પૂજા કરતી વખતે ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો, સાથે જ ભગવાન કુબેરની મૂર્તિ પણ રાખો. તેમજ અહીં જણાવેલી સામગ્રીનો પૂજા વિધિમાં ઉપયોગ કરો.

સ્વચ્છ બાજઠ પર લાલ કપડું પાથરો.

ભગવાન ધન્વંતરિ અને લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરો.

ઘીનો દીવો પ્રગટાવો અને 11 કે 21 દીવા પ્રગટાવીને ઘરનો રોશન કરો.

ચોખા, કંકુ અને ફૂલ ચઢાવો.

ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરો.

ખાસ મંત્રનો જાપ કરો “ૐ ધન્વંતરિ નમઃ”.

દુકાનમાં ધનતેરસની પૂજા

ધનતેરસની પૂજા વેપારીઓ માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે વેપારીઓ દુકાનની પૂજા કરીને વ્યવસાય માટે પ્રાર્થના કરે છે.

દુકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર દીપ પ્રગટાવો.

દુકાનના ગલ્લાંની પૂજા કરો અને નવી ખાતાવહીની શરૂઆત કરો.

ભગવાન કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરો.

પૂજા બાદ મીઠાઈ વહેંચો અને ગ્રાહકોનું સ્વાગત કરો.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ધનતેરસના દિવસે ઘરના દરેક ખૂણે દીવા પ્રગટાવવા જોઈએ અને ખાસ કરીને મુખ્ય દ્વાર પર દીવા કરવા જોઈએ.

ધનતેરસના દિવસે સોના કે ચાંદીના દાગીના અવશ્ય ખરીદવા જોઈએ, આવું કરવું શુભ માનવામાં આવે છે.

આ દિવસે પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરવી જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles