જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહનો વિશેષ સ્થાન છે. બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર પણ કહેવાય છે. બુધ ગૃહ જ્યારે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ 12 રાશિઓના લોકોના જીવન પર પણ પડે છે. બુધ ગ્રહ સંચાર, વાણી, બુદ્ધિ, વેપાર અને મિત્રનો નિયંત્રક ગ્રહ છે.
પંચાંગ અનુસાર 1 નવેમ્બર 2024 ના રોજ બુધ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરી અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યાર પછી 11 નવેમ્બરે સવારે 6 કલાક અને 29 મિનિટે બુધ અનુરાધા નક્ષત્રમાંથી જેષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 26 નવેમ્બરે બુધ વક્રી થશે. બુધની ચાલમાં થનાર આ ફેરફારથી ત્રણ રાશીના લોકોના જીવનમાં ખુશીઓ આવશે.
મિથુન
નવેમ્બર મહિનામાં બુધ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે અને એક વખત વક્રી થશે. જેના કારણે મિથુન રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષમતા વધશે. વેપારીઓને ધન કમાવવાની તકો મળશે. બેરોજગારોને નોકરી મળી શકે છે.
સિંહ
સિંહ રાશીના લોકો પર બુધ ગ્રહની વિશેષ કૃપા થશે. આ રાશિના લોકોના અટકેલા કામ પુરા થશે. નોકરી કરતા લોકોનું કરિયર ચમકશે. આવકમાં વધારો થવાના યોગ. વેપારીઓનો નફો વધશે. આર્થિક સ્થિતિ સુધરશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. માનસિક શાંતિ વધશે.
કુંભ
ગ્રહોના રાજકુમાર કુંભ રાશિ માટે પણ શુભ સાબિત થશે. સંપત્તિમાં રોકાણ કરવાથી લાભ થશે. વેપારીઓ માટે સમય લાભકારક. ભવિષ્યમાં અપાર લાભ થવાની સંભાવના. આર્થિક લાભ ના કારણે વેપારીઓનું કરજ દૂર થશે. માનસિક શાંતિ વધશે. વૈવાહિક જીવન સુખમય રહેશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)