શું તમે જાણો છો કે જીરું તમારી ગટ હેલ્થ માટે કેટલુ ફાયદાકારક સાબિત થઇ શકે છે? જો તમે પણ કબજિયાતની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છો તો જીરાનું સેવન કરવાની સાચી રીત જાણી લો.
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ મોટાભાગે આપણી ઓવરઓલ હેલ્થને ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. આ જ કારણ છે કે ઘણા હેલ્થ એક્સપર્ટ ગટ હેલ્થની કેર કરવાની સલાહ આપે છે. જો કે, ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ડાયટ પ્લાનને ફોલો કરવાના કારણે લોકોને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ તમારી આ સમસ્યાથી છુટકારો મેળવવા માગો છો તો જીરાનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન કરો.
આયુર્વેદ અનુસાર, જીરા વોટર તમારા પેટની હેલ્થ માટે વરદાન સાબિત થઇ શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓને અલવિદા કહેવા માટે જીરાનું પાણી પી શકાય છે.
સારું પરિણામ મેળવવા માટે જીરાનું પાણી સવારે ખાલી પેટે પીવાની સલાહ આપવામાં આવે છે. થોડા જ દિવસોની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે અને તમારું પેટ સાફ રહેવા લાગશે.
જીરાનું પાણી બનાવવા માટે તમારે રાતે એક ગ્લાસ પાણીમાં આશરે 1 સ્પૂન જીરુ નાખવાનું છે. હવે બીજા દિવસે સવારે આ પાણીને થોડું ગરમ કરી લો. તે બાદ તમે જીરાના પાણીને ગાળીને પી શકો છો.
જો તમે ઇચ્છો તો તમે બીજી રીતે પણ જીરા વોટર બનાવી શકો છો. સવારે એક ગ્લાસ પાણીને ઉકાળી લો અને તેમાં એક ચમચી જીરું નાખો. હવે ફરીથી પાણીને ઉકાળો અને પછી તેને ગાળીને પી જાઓ.
કબજિયાતની સમસ્યા દૂર કરવા ઉપરાંત જીરાનું પાણી તમારી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જીરા વોટર તમારી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
ડાયાબિટીસના પેશન્ટ્સ પણ જીરાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. બોડીને ડિટોક્સ કરવાથી લઇને વેટ લૂઝ કરવા સુધી, જીરા વોટર તમારી ઓવરઓલ હેલ્થ સધારી શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)