દિવાળીનો તહેવાર લોકો માટે ખુશીઓ ભરેલો હોય છે અને આ અવસરે લોકો મન ભરીને એન્જોય કરે છે. તહેવાર દરમિયાન મીઠાઇ, તેલ-મસાલાવાળા પકવાન અને મસાલેદાર ભોજન ખૂબ ખાવામાં આવે છે. તેનાથી શરીરમાં ટોક્સિક એલિમેન્ટ્સ જમા થઇ જાય છે. તહેવાર બાદ ઘણા લોકોને શરીરમાં ટોક્સિન્સનો અનુભવ થાય છે. તેથી તે જરૂરી છે કે આપણે દિવાળી બાદ આપણા શરીરને ડિટોક્સ કરીએ. કેટલીક ડિટોક્સ ડ્રિંક્સથી શરીરની અંદરથી સફાઈ થઈ જાય છે અને એનર્જી લેવલ વધી જાય છે. આજે એક્સપર્ટ પાસેથી જાણીશું કે, દિવાળી બાદ શરીરને સરળતાથી ડિટોક્સ કેવી રીતે કરી શકાય છે.
લીંબુ અને ફુદીનાનું પાણી એક બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે. લીંબુ અને ફુદીનાનું પાણી એક સારી ડિટોક્સ ડ્રિંક છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. ફુદીનો શરીરને તાજગી આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને થોડા ફુદીનાના પાન મિક્સ કરો. તેને થોડી મિનિટો માટે રાખી દો અને પછી ગાળીને પી લો. તેનાથી તમારા શરીરમાં જામેલા ટોક્સિન્સ બહાર નીકળી જશે અને બોડી ક્લિન થઈ જશે.
આદુ અને હળદરનું દૂધ શરીરને ડિટોક્સિફાય કરવાની એક દેશી રીત છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આદુમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે. એક કપ દૂધમાં થોડું આદુ અને એક ચપટી હળદર મિક્સ કરીને ઉકાળો. તેને ગરમ પી લો. આ ડ્રિંક ન માત્ર તમારી ઇમ્યુનિટી વધારે છે પણ તમારી સ્કિનને પણ નિખારે છે. હળદરવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
દિવાળી પછી શરીરને ડિટોક્સ કરવા માટે નારિયેળ પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. નારિયેળ પાણી એ એક નેચરલ ડ્રિંક છે, જે શરીરને માત્ર હાઇડ્રેટ જ રાખતું નથી પરંતુ ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને તાજગી અને ઊર્જા પ્રદાન કરે છે.
દિવાળી પછી શરીરને રિચાર્જ કરવા માટે નારિયેળ પાણીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તમે આ નેચરલ ડ્રિંકથી તમારા શરીરને ફ્રેશ કરી શકો છો. નારિયેળ પાણી બદલાતા હવામાનમાં શરીરને સુધારવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)