ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે..
તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ..
એ મારો અધિકાર છે.. 😏
પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત..
એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ..
પછી વિચારીશુ..
પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી..
ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે..
તમારી લાગણી અને માંગણી બરોબર છે..
તમારી 15 દિવસની રજાઓ મંજૂર કરવામાં આવે છે.. 😌
પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ કોને સોંપવામાં આવે
તેની વ્યવસ્થા કરીને જશો.. 😍
આજ સુધી.. બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી..
😅😝😂😜🤣🤪
છેલ્લા 25 વર્ષથી મારી વાઈફની એક ફરિયાદ રહેતી હતી કે
હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટનું ઢાંકણું બંધ કેમ કરતો નથી,
ખુલ્લું જ મુકી દઉં છું.
આવતા અઠવાડિયે એનો જન્મદિવસ હતો,
એટલે તેને રાજી કરવા માટે મેં મારી આ કુટેવ છોડવાનું નક્કી કર્યું.
એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટનું ઢાંકણું
ભુલ્યા વગર બંધ કરી દેતો હતો, એવી આશા સાથે કે
પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે.
હું એના સિમ્પલ થેન્ક્સની રાહ જોતો હતો. ત્યાં જ એણે
રસોડામાંથી બુમ પાડી અને પુછ્યું હમણાં ચાર-પાંચ દિવસથી
તમે ઉઠીને સવારે બ્રશ કેમ નથી કરતા?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)