fbpx
Saturday, November 23, 2024

બદલાતી ઋતુમાં શરીર માટે અમૃત છે આ ફળો, શરદી-તાવ-ખાંસી તમારી નજીક નહીં આવે

આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જે બદલતા વાતાવરણમાં શરીર માટે ટોનિક જેવું કામ કરે છે. આ પાંચ ફળ બદલતી ઋતુમાં ખાવાથી વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ જેવી નાની મોટી સમસ્યાઓ આસપાસ પણ નહીં ફરકે. કારણકે આ પાંચ ફળ શરીરને અંદરથી મજબૂત અને નીરોગી રાખવામાં મદદ કરે છે. 

પપૈયુ 

પપૈયું સવારે નાસ્તામાં ખાઈ લેવાથી આખા દિવસ માટેની એનર્જી મળે છે. સાથે જ તે વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ખતમ કરવામાં મદદ કરે છે. પપૈયું પોટેશિયમ ફોલેટ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. 

કીવી 

વિટામીન સી થી ભરપુર કીવી વાઈટ બ્લડ સેલ ને વધારવામાં મદદગાર છે. ટીવીમાં વિટામિન કે અને ફોલેટ પણ હોય છે જે ઇન્ફેક્શન સામે લડવા માં મદદ કરે છે. 

જામફળ 

જામફળ હાલ બજારમાં ખૂબ જ મળે છે. આ ઋતુમાં જામફળ ખાવાથી શરીરને જરૂરી એન્ટિઓક્સિડન્ટ મળે છે. જે બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. 

દાડમ 

બદલતી ઋતુમાં શરીરને ઇન્ફેક્શનથી બચાવવું હોય અને ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય તો દાડમ ખાવા જોઈએ. વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર દાડમ શરીરની રક્ષા કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles