fbpx
Thursday, November 14, 2024

જાવંત્રી ખાવાથી અનેક રોગો સામે મળે છે રક્ષણ, પાચનમાં ફાયદો થાય છે તેમજ પાચન શક્તિ વધશે

ભારતીય વાનગીઓ બનાવવામાં અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે જાવંત્રીનો ઉપયોગ પણ અનેક વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું કે જાવંત્રીનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.

મોટાભાગના લોકો અજાણ છે કે જાયફળ અને જાવંત્રી એક જ ફળમાંથી આવતા મસાલા છે. જાવંત્રીનું સેવન કરવાથી પાચનમાં ફાયદો થાય છે. તેમજ પાચન શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

જાવંત્રીમાં હાજર મૈક્લિગ્નનન એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ધરાવે છે, જે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ નામના બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તેમજ દાંતના ઘણા રોગો સામે રક્ષણ આપે છે.

જાવંત્રી કિડનીની સમસ્યામાં રાહત અપાવે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસમાં પણ ફાયદાકારક છે. જો કે બાળકને કઈ ઉંમરે અને કેટલી માત્રામાં જાવંત્રી અથવા જાયફળ આપવું જોઈએ તે અંગે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ભૂખ ઓછી લાગતી હોય ત્યારે પણ જાવંત્રીનું સેવન કરવાથી ભૂખ વધારી શકે છે. લિવર માટે પણ જાવંત્રીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

દરેક વ્યક્તિને સુંદર અને ચમકતી ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર એક સારો વિકલ્પ છે. જાવંત્રીમાં રહેલું મૈક્લિગ્નન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles