fbpx
Saturday, November 23, 2024

આ રાશિના જાતકો પર મંગળની મહાદશા, ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશે

ગ્રહોના સેનાપતિ મંગળ જે વ્યક્તિ પર મહેરબાન થાય છે તેના જીવનમાં અનેક પ્રકારે લાભ જ લાભ થાય છે. મંગળના રાશિ પરિવર્તનથી તો જાતકો પર પ્રભાવ પડતો હોય છે પરંત મંગળ ગ્રહની મહાદશાથી પણ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારે શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે. એવી વ્યક્તિ કે જેની કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ હોય તેને જીવનમાં સફળ થતા કોઈ રોકી શકે નહીં. 

યુદ્ધના દેવતા મંગળની 3 રાશિઓ પર મહાદશા છે જે લગભગ 7 વર્ષ માટે રહેશે. જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક પ્રભાવ જોવા મળશે અને ધનથઈ લઈને વેપાર સુધી પ્રગતિ થશે. કોઈ પણ રાશિ પર મંગળની મહાદશા 7 વર્ષ સુધી રહે છે. તમને એવી 3 રાશિઓ વિશે જણાવીશું જેમના પર મંગળની મહાદશાનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે. 

મેષ 

મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી ગ્રહ કહેવાય છે. આ રાશિ પર 7 વર્ષ માટે મંગળની મહાદશા રહેશે. આ દશા શુભ પ્રભાવો સાથે રહેશે. તમે એક સાહસિક વ્યક્તિ કહેવાશો. આ સાથે જ દરેક જોખમભર્યા કામોને તમે સરળતાથી કરી લેશો. સમાજમાં તમારું માન સન્માન વધશે. વેપાર, નોકરી અને કરિયરમાં તમને સફળતા મળશે. 

કર્ક 

કર્ક રાશિના લોકો પર મંગળની મહાદશા 7 વર્ષ માટે રહેશે. તમને ઈચ્છિત ફળ મળશે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો. ધન સંપત્તિમાં વધારો થશે. સમાજમાં તમારી નવી ઓળખ ઊભી થશે. કારોબારમાં પ્રગતિ થશે. ધર્મમાં રસ વધશે. મંગળ ગ્રહની  ખાસ મહેરબાની તમારા પર રહેવાની છે. 

મીન 

મીન રાશિના લોકોને પણ મંગળની મહાદશાનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે. જીવનમાં પ્રગતિ અને આર્થિક તંગીથી છૂટકારો મેળવી શકશો. વેપારમાં પ્રગતિ માટે તમને નવી તકો મળશે. જીવનસાથી સાથે તમે કોઈ પ્લાન ઘડી શકો છો. જે ભવિષ્યમાં તમારા સંબંધને વધુ મજબૂત બનાવી શકશે. નોકરીયાતો માટે પ્રમોશનની તકો છે. માન સન્માનમાં વધારો થશે. ધનલાભ થઈ શકે છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles